જાહેરનામું:બકરી ઈદ પહેલા વલસાડમાં 10 જૂન સુધી હથિયાર પ્રતિબંધ

Gujarat5/28/2026, 12:00:00 AM
વલસાડ જિલ્લામાં બકરી ઈદના તહેવારની ઉજવણી દરમિયાન જાહેર શાંતિ, સલામતી જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.ડી. ચુડાસમાએ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 37(1) હેઠળ મળેલી સત્તાથી તા. 10 જૂન, 2026 સુધી વિવિધ કૃત્યો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામા મુજબ શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, છરા, લાકડી. શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી ચીજો લઈ જવા પર પ્રતિબંધ છે. સ્ફોટક પદાર્થ લઈ જવા પર પ્રતિબંધ છે. કોઈપણ સરઘસમાં સળગતી અથવા પેટાવેલી મશાલ લઈ જવા પર પ્રતિબંધ છે. વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા પર પ્રતિબંધ છે. અપમાન કરવાના ઈરાદાથી બિભત્સ સૂત્રો પોકારવા પર પ્રતિબંધ છે. અશ્લિલ ગીતો ગાવા પર પ્રતિબંધ છે. ટોળામાં ફરવા પર પ્રતિબંધ છે. સુરૂચિ અથવા નીતિનો ભંગ થાય તેવા કોઈપણ કૃત્યો કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
Read Original Article →