એજ્યુકેશન લોનના બહાને વિઝા-પાસપોર્ટ બનાવાયા:પ્રેમમાં ફસાવી હિન્દુ અને જૈન યુવતીનું લંડનમાં ધર્માતરણ
મહારાષ્ટ્ર સરહદે ઉમરગામ તાલુકામાં હિન્દુ અને જૈન સમાજની યુવતીના ધર્માંતરણનો બે કિસ્સા સામે આવ્યા છે. ઉમરગામના સંજાણ અને આસપાસના વિસ્તારોમાંથી અન્ય ધર્મના યુવકો દ્વારા યુવતીને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. તેમના પાસપોર્ટ અને વિઝા તૈયાર કરાવી સીધી લંડન મોકલી ત્યાં લગ્ન કરી લેવાના ચોંકાવનારા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ ગંભીર બાબતને લઈને ભાજપ પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને હિન્દુ-જૈન સમાજના અગ્રણીઓએ વલસાડ એસપીને રૂબરૂ મળીને કાર્યવાહીની માગ કરી છે. કાયદો કડક થતાં MO બદલાઈ
અગાઉ આવા તત્વો યુવતીઓને ફોસલાવીને સ્થાનિક સ્તરે અથવા કોર્ટ મેરેજ કરી લેતા હતા. જોકે, ગુજરાત વિધાનસભામાં લવ મેરેજ માટે માતા-પિતાની સહી અને 1 મહિનાની નોટિસ ફરજિયાત કરતો કાયદો આવતા જ આ આખી સ્ટ્રેટેજી બદલવામાં આવી છે.
Read Original Article →