ચૂંટણી બહિષ્કારની ચીમકી:ખોબા ગામના ગ્રામજનોનો હુંકાર, રોડ નહિ તો વોટ નહિ

Gujarat4/12/2026, 12:00:00 AM
ચૂંટણી બહિષ્કારની ચીમકી:ખોબા ગામના ગ્રામજનોનો હુંકાર, રોડ નહિ તો વોટ નહિ
ધરમપુરના અંતરીયાળ વિસ્તારના મહારાષ્ટ્રની સીમાને અડીને આવેલા ખોબા ગામથી ખપાટીયા સુધીના બિસ્માર રસ્તાને લઇ ગ્રામજનોએ રોડ નહિ તો વોટ નહીં ના બેનર સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉંચારી હતી. જોકે માર્ગ અને મકાન પંચાયત વિભાગ ધરમપુરમાંથી મળતી માહિતી મુજબ આશરે 7 કિમીના આ રસ્તો મંજુર થયો છે. જેની કામગીરી પ્રગતિમા છે. અને સ્થળ પર મટીરીયલ પણ સ્ટોક કરવામાં આવ્યો છે. ખોબા ગામના સ્થાનિક ગ્રામજનના જણાવ્યા મુજબ રસ્તો નહિ બનવાથી 108 એમ્બયુલન્સ આવી શકતી નથી. જેને લઇ દર્દીને ખાનગી વાહનમાં ખપાટીયા સુધી લઇ જવું પડતું હોય છે. ચોમાસામાં સ્થિતિ ખરાબ બનતી હોય છે. જેની રજુઆત પણ કરવામાં આવી હતી. છતાં રસ્તો હજુ સુધી નહિ બન્યો હોવાથી ખોબાના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનું નક્કી કર્યુ છે. બીજી તરફ મળતી માહિતી મુજબ આ રસ્તાની રિસરફેસની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. અને સ્થળ પર જરૂરી મટીરીયલ પહોંચાડી દેવામાં આવ્યું છે.
Read Original Article →