ટ્રેનમાં ચડવા જતો MPનો મુસાફર ફસડાઈને પટકાયો, CCTV:વાપી રેલવે સ્ટેશને RPF જવાનોની સતર્કતા ઈન્દોરના શખસનો જીવ બચ્યો, ટ્રેન અને પ્લેટફોર્મથી ખેંચી લીધો

Gujarat6/5/2026, 7:25:39 AM
ટ્રેનમાં ચડવા જતો MPનો મુસાફર ફસડાઈને પટકાયો, CCTV:વાપી રેલવે સ્ટેશને RPF જવાનોની સતર્કતા ઈન્દોરના શખસનો જીવ બચ્યો, ટ્રેન અને પ્લેટફોર્મથી ખેંચી લીધો
વાપી રેલવે સ્ટેશન પર ગુરુવારે એક રુંવાડા ઊભા કરી દે તેવી ઘટના સામે આવી છે, જ્યાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના બે જવાનોની સતર્કતા અને બહાદુરીના કારણે એક શખસનો જીવ બચી ગયો હતો. ચાલુ ટ્રેનમાં ચડવા જતાં પગ લપસવાથી પ્લેટફોર્મ અને ટ્રેનની ગેપમાં ફસાયેલા મુસાફરને જવાનોએ ગણતરીની સેકન્ડોમાં ખેંચી કાઢ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મુંબઈથી ટ્રેન વાપી પહોંચી ત્યારે દુર્ઘટના મળતી માહિતી મુજબ, 4 જૂન 2026ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ઈન્દોર જતી અવંતિકા એક્સપ્રેસ (ટ્રેન નંબર 12961) વાપી સ્ટેશને આવી પહોંચી હતી. આ દરમિયાન ઈન્દોરના વિજયનગર પલાસિયા વિસ્તારનો રહેવાસી સુમિત સુરેશ હલ્દે નામનો મુસાફર પ્લેટફોર્મ પરના સ્ટોલ પરથી સામાન લેવા માટે નીચે ઉતર્યો હતો. જોકે, સામાન લઈને તે પાછો ફરે તે પહેલા જ ટ્રેન ઉપડી ગઈ હતી. જવાનોએ સમયસૂચકતા વાપરી ટ્રેન પકડવાની ઉતાવળમાં સુમિતે ચાલુ ટ્રેનના ડબ્બામાં ચડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઝડપ પકડી રહેલી ટ્રેનને કારણે તેનો પગ લપસી ગયો હતો અને તે સીધો પ્લેટફોર્મ તથા ટ્રેન વચ્ચેની ગેપ તરફ સરકવા લાગ્યો હતો. આ ભયાનક દ્રશ્ય પ્લેટફોર્મ પર ફરજ બજાવી રહેલા RPF કોન્સ્ટેબલ સુખલાલ અને કોન્સ્ટેબલ અનિલ કુમારની નજરે ચડ્યું હતું. ટ્રેનની સ્પીડ વચ્ચે મુસાફરને ખેંચી લીધો ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના, બંને જવાનોએ પોતાની જાનની પરવા કર્યા વગર દોટ મૂકી હતી. ટ્રેનની સ્પીડ વધી રહી હોવા છતાં જવાનોએ યુવકને મજબૂતાઈથી પકડી રાખ્યો અને પ્લેટફોર્મ તરફ બહાર ખેંચી લીધો હતો. જો RPF જવાનોએ સેકન્ડના સોમા ભાગ જેટલી પણ વાર કરી હોત, તો મુસાફર ટ્રેનની નીચે કચડાઈ ગયો હોત. જવાનોની આ સમયસૂચકતાને સ્ટેશન પર હાજર લોકોએ બિરદાવી હતી. ઘૂંટણના ભાગે મુસાફરને સામાન્ય ઈજા આ અકસ્માતમાં સુમિતને ઘૂંટણના ભાગે સામાન્ય ઈજા થઈ હતી, જેથી રેલવે સ્ટાફ દ્વારા તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, આ નાસભાગમાં તેનો કિંમતી સામાન અને બેગ ટ્રેનની અંદર જ રહી ગયા હતા. સુરત સ્ટેશનેથી સામાન પરત મેળવાયો આ અંગે RPF સ્ટાફ દ્વારા તુરંત કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આગળના સ્ટોપેજ એટલે કે સુરત રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી સુમિતની બેગ સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવી હતી અને તેને પરત સોંપવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ ઘટનાને પગલે રેલવે પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે ક્યારેય પણ ચાલુ ટ્રેનમાં ચડવાનો કે ઉતરવાનો જોખમી પ્રયાસ ન કરવો.
Read Original Article →