વાપી રેલવે સ્ટેશન પરથી ચોર ઝડપાયો:ઊંઘતા મુસાફરની બેગમાંથી મોબાઈલ ચોરતા RPFએ રંગેહાથ દબોચ્યો

Gujarat5/22/2026, 5:32:08 AM
વાપી રેલવે સ્ટેશન પરથી ચોર ઝડપાયો:ઊંઘતા મુસાફરની બેગમાંથી મોબાઈલ ચોરતા RPFએ રંગેહાથ દબોચ્યો
વાપી રેલવે સ્ટેશન પર RPFએ 'ઓપરેશન યાત્રી સુરક્ષા' અંતર્ગત એક મોબાઈલ ચોરને રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ ચોર પ્લેટફોર્મ પર ઊંઘી રહેલા એક મુસાફરની બેગમાંથી મોબાઈલ ચોરી રહ્યો હતો. RPF ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ડ્યુટી ઓફિસર ASI અશોક કુમાર, CPDS સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિનોદ કુમાર ભારદ્વાજ અને હેડ કોન્સ્ટેબલ અનિત કુમાર મીના સ્ટેશન પરિસરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. વહેલી સવારે લગભગ 4 વાગ્યે, પ્લેટફોર્મ નંબર 01 પર એક શંકાસ્પદ યુવક ઊંઘી રહેલા મુસાફરની બેગમાંથી મોબાઈલ કાઢતો જોવા મળ્યો. સજાગ કોન્સ્ટેબલ વિનોદ કુમારે તુરંત તેનો પીછો કરીને તેને ઘટનાસ્થળે જ પકડી પાડ્યો. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ કાર્તિક ચંદુ સોલંકી (ઉં.વ. 19, રહે. રૂમ નંબર 05, ખલકડા, હનુમાન મંદિર પાસે, વાપી) જણાવ્યું. વ્યવસાયે મજૂરી અને ચોરી કરતા આ આરોપીએ મુસાફરનો મોબાઈલ ચોર્યાની કબૂલાત કરી. તેની પાસેથી Realme C63 મોડલનો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ ઘટનાના થોડા સમય બાદ, લગભગ 4:15 વાગ્યે, ભોગ બનનાર મુસાફર વિજય કોડા (ઉં.વ. 36, રહે. ચાર રસ્તા હટિયાવાડ, વાપી) પોતાનો ફોન ચોરાયો હોવાની ફરિયાદ સાથે RPF પોસ્ટ પર પહોંચ્યા. RPFએ તેમને ચોર પાસેથી રિકવર કરેલો ફોન બતાવતા, તેમણે પોતાનો પાસવર્ડ નાખીને ફોન અનલોક કરી પોતાની માલિકી સાબિત કરી. GRP પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →