વાપી મનપા ચૂંટણી: 13 વોર્ડની 52 બેઠકો માટે 179 ઉમેદવારો:વોર્ડ-12માં સૌથી વધુ 19 ઉમેદવારો તો વોર્ડ-10માં સૌથી ઓછા 10 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા
વાપી મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય ચૂંટણી માટે રાજકીય માહોલ ગરમાયો છે. 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે 179 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેના કારણે દરેક વોર્ડમાં સ્પર્ધા તીવ્ર બની છે. ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે મામલતદાર કચેરી ખાતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સમર્થકોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો. ચૂંટણીના આંકડા મુજબ, વોર્ડ નંબર 12માં સૌથી વધુ 19 ઉમેદવારો મેદાનમાં છે, જે દર્શાવે છે કે અહીં સૌથી રસપ્રદ અને તીવ્ર સ્પર્ધા જોવા મળશે. જ્યારે વોર્ડ નંબર 10માં સૌથી ઓછા 10 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેથી ત્યાં ઓછી સ્પર્ધાની અપેક્ષા છે. ચૂંટણી પહેલાં પક્ષપલટાની ઘટના પણ સામે આવી છે. વોર્ડ નંબર 4માં વિનોદ પટેલને ભાજપ તરફથી ટિકિટ મળવાની ચર્ચા હતી. જોકે, જાહેર થયેલી યાદીમાં તેમનું નામ ન હોવાથી તેમણે કોંગ્રેસમાં જોડાઈને ઉમેદવારી નોંધાવી દીધી. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ જગાવી છે. ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો તેમના સમર્થકો સાથે રેલી સ્વરૂપે મામલતદાર કચેરી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં ઉમટેલા સમર્થકોને કારણે કચેરી વિસ્તારમાં ભારે ભીડ જોવા મળી હતી, જેના પગલે વહીવટી તંત્રને વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડી હતી. હવે ઉમેદવારી પત્રોની ચકાસણી અને નામ પાછા ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ચૂંટણીનું ચોક્કસ ચિત્ર સ્પષ્ટ થશે. વાપીના મતદારો કોના માથે મહાનગરપાલિકાનું તાજ મુકશે તે મતદાન બાદ જ સ્પષ્ટ થશે. જોકે, હાલ 179 ઉમેદવારો વિકાસના વાયદાઓ સાથે મેદાનમાં ઉતરી ચૂક્યા છે, જેના કારણે ચૂંટણી જંગ વધુ રસપ્રદ બન્યો છે. વોર્ડવાઈઝ સ્થિતિ:
Read Original Article →