વાપી મનપા ચૂંટણી:52 બેઠકો માટે 129 ઉમેદવારો, હવે ઉમેદવારી પરત ખેંચવાના દિવસ પર નજર
વાપી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં હવે 52 બેઠકો માટે 129 ઉમેદવારો મેદાનમાં છે. ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ આંકડો સામે આવ્યો છે. હવે સૌની નજર ઉમેદવારી પરત ખેંચવાના દિવસ પર ટકેલી છે, જે ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ કરશે. વાપી મહાનગરપાલિકાની 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે યોજાનારી આ ચૂંટણી માટે કુલ 179 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. આ સાથે રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા દરમિયાન ડમી ઉમેદવારો સહિત કુલ 50 ઉમેદવારોના ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા. જેના પરિણામે હવે 129 ઉમેદવારો જ ચૂંટણી જંગમાં બાકી રહ્યા છે. આવતીકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો મહત્વનો દિવસ છે. આ તબક્કે કેટલા ઉમેદવારો પોતાનું નામ પાછું ખેંચે છે, તેના પર સૌની નજર છે. પરત ખેંચણી પૂર્ણ થયા બાદ જ ચૂંટણીનું ચોક્કસ અને સ્પષ્ટ ચિત્ર સામે આવશે. રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે અંતિમ રણનીતિ ઘડી રહ્યા છે. બીજી તરફ, બાગી અને અપક્ષ ઉમેદવારોની ભૂમિકા પણ પરિણામોને અસરકારક બનાવી શકે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. ચકાસણી બાદ વોર્ડવાઈઝ ઉમેદવારોની સ્થિતિ
વોર્ડ 1 માં 13 માંથી 3 રદ્દ થતા 10 ઉમેદવાર, વોર્ડ 2 માં 14 માંથી 3 રદ્દ થતા 11 ઉમેદવાર, વોર્ડ 3 માં 11 માંથી 2 રદ્દ થતા 9 ઉમેદવાર, વોર્ડ 4 માં 17 માંથી 6 રદ્દ થતા 11 ઉમેદવાર, વોર્ડ 5 માં 12 માંથી 4 રદ્દ થતા 8 ઉમેદવાર, વોર્ડ 6 માં 12 માંથી 1 રદ્દ થતા 11 ઉમેદવાર, વોર્ડ 7 માં 12 માંથી 4 રદ્દ થતા 8 ઉમેદવાર, વોર્ડ 8 માં 16 માંથી 5 રદ્દ થતા 11 ઉમેદવાર, વોર્ડ 9 માં 14 માંથી 4 રદ્દ થતા 10 ઉમેદવાર, વોર્ડ 10 માં 10 માંથી 2 રદ્દ થતા 8 ઉમેદવાર, વોર્ડ 11 માં 15 માંથી 7 રદ્દ થતા 8 ઉમેદવાર, વોર્ડ 12 માં 19 માંથી 5 રદ્દ થતા 14 ઉમેદવાર (સૌથી વધુ જંગ), અને વોર્ડ 13 માં 14 માંથી 4 રદ્દ થતા 10 ઉમેદવાર બાકી રહ્યા છે. ચૂંટણીમાં હવે મુખ્ય ટક્કર ઉપરાંત બાગી અને અપક્ષ ઉમેદવારો કેવી અસર કરે છે અને પરત ખેંચણી પછી કયા વોર્ડમાં સીધી ટક્કર રહે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
Read Original Article →