વાપી મહાનગરપાલિકા ચૂંટણી:પહેલા દિવસે વિપક્ષના 6 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, ભાજપની યાદી હજુ સસ્પેન્સમાં

Gujarat4/9/2026, 5:01:24 PM
વાપી મહાનગરપાલિકા ચૂંટણી:પહેલા દિવસે વિપક્ષના 6 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, ભાજપની યાદી હજુ સસ્પેન્સમાં
વાપી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 52 બેઠકો માટે યોજાનારી આ ચૂંટણીમાં ચોથા દિવસે વિરોધ પક્ષોના માત્ર 6 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. સત્તાધારી ભાજપે હજુ સુધી પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી નથી, જેના કારણે કાર્યકરો અને દાવેદારોમાં ઉત્તેજના જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કુલ 52 બેઠકો માટે અત્યાર સુધીમાં 329થી વધુ ઉમેદવારો ઉમેદવારી ફોમ લઈ ગયા છે. ત્યારે ઉમેદવારી પત્ર ભરવાના ચોથા દિવસે કુલ 6 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આમાં કોંગ્રેસના 2 ઉમેદવાર, આમ આદમી પાર્ટી (AAP)ના 2 ઉમેદવાર અને અન્ય/અપક્ષના 2 ઉમેદવારનો સમાવેશ થાય છે. ભાજપ દ્વારા વાપીમાં પોતાના ગઢને જાળવી રાખવા માટે પ્રદેશ નેતાગીરી દ્વારા ઝીણવટભર્યું મંથન ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભાજપ પોતાના 52 ઉમેદવારોની સત્તાવાર યાદી આવતીકાલે જાહેર કરી શકે છે. ટિકિટ કપાવાના ભય અને નવા ચહેરાઓને સ્થાન આપવાની વ્યૂહરચના વચ્ચે ભાજપ કયા સમીકરણો સેટ કરે છે તેના પર સૌની નજર રહેશે. 50 ટકા મહિલાઓને અનામત સાથે મહિલાઓનું નેતૃત્વ પણ વધશે. વાપી મહાનગરપાલિકામાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે. એક તરફ ભાજપ પોતાનું શાસન ટકાવી રાખવા પ્રયત્નશીલ છે, તો બીજી તરફ કોંગ્રેસ અને AAPએ નાના પાયે શરૂઆત કરીને સત્તાધારી પક્ષને પડકાર ફેંકવાની તૈયારી દર્શાવી છે.
Read Original Article →