વાપી મનપાની પ્રથમ બોર્ડ બેઠક 28 મેએ:મેયર-ડેપ્યુટી મેયરની ચૂંટણી સાથે સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની પણ થશે પસંદગી

Gujarat5/24/2026, 3:24:24 PM
વાપી મનપાની પ્રથમ બોર્ડ બેઠક 28 મેએ:મેયર-ડેપ્યુટી મેયરની ચૂંટણી સાથે સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની પણ થશે પસંદગી
વાપી મહાનગરપાલિકાની રચના બાદ હવે પ્રથમ બોર્ડ બેઠક માટેની સત્તાવાર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જાહેર કરાયેલા એજન્ડા મુજબ, પ્રથમ સામાન્ય સભા 28 મે 2026ના રોજ ગુરુવારે સવારે 11:30 કલાકે નામધા રોડ પર આવેલા રજ્જુભાઈ શ્રોફ ઓડિટોરીયમ હોલ ખાતે યોજાશે. રાજકીય વર્તુળોમાં આ પ્રથમ બેઠકને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. મેયર પદ પછાત વર્ગની મહિલા માટે અનામત રોસ્ટર શિડ્યૂલ અનુસાર, પ્રથમ 2.5 વર્ષની ટર્મ માટે મેયર પદ 'પછાત વર્ગ (સ્ત્રી)' કેટેગરી માટે અનામત રાખવામાં આવ્યું છે. આ જોગવાઈના આધારે ચૂંટાયેલા મહિલા કાઉન્સિલરોમાંથી જ મેયરની પસંદગી કરવામાં આવશે. આ બેઠકમાં કાયદાકીય જોગવાઈઓ મુજબ મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની પણ નિમણૂક થશે આ બેઠકમાં માત્ર મેયર અને ડેપ્યુટી મેયર જ નહીં, પરંતુ મહાનગરપાલિકાની વહીવટી અને નાણાકીય કામગીરીમાં મુખ્ય ભૂમિકા ભજવતી સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની નિમણૂક પણ કરવામાં આવશે. મહત્વના હોદ્દાઓની વહેંચણીને કારણે સ્થાનિક સ્તરે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ઉમેદવારી પ્રક્રિયા ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ: ચૂંટણી લડવા ઈચ્છુક કાઉન્સિલરોએ નામનિયુક્તિ પત્રો (ઉમેદવારી પત્ર નમૂનો-1) 26 મે 2026 સુધીમાં ઓફિસ સમય દરમિયાન મ્યુનિસિપલ સેક્રેટરી ઓફિસથી મેળવી લેવાના રહેશે. ફોર્મ સબમિટ કરવાની પ્રક્રિયા: સભાના દિવસે નિયુક્ત પ્રમુખ સત્તાધિકારી (Presiding Officer) દ્વારા ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરાયા બાદ 15 મિનિટની અંદર યોગ્ય રીતે ભરેલા ઉમેદવારી પત્રો રજૂ કરવાના રહેશે.
Read Original Article →