વલસાડની 6 તાલુકા પંચાયતોમાં ભાજપનો કબજો:પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, ધરમપુરમાં ચૂંટણી યોજાઈ

Gujarat5/23/2026, 1:11:06 PM
વલસાડની 6 તાલુકા પંચાયતોમાં ભાજપનો કબજો:પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, ધરમપુરમાં ચૂંટણી યોજાઈ
વલસાડ જિલ્લાની તમામ 6 તાલુકા પંચાયતોમાં ભાજપે સત્તા હાંસલ કરી છે. આજે યોજાયેલી સામાન્ય સભામાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જિલ્લામાં માત્ર ધરમપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જ્યારે અન્ય તમામ તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા હતા. ધરમપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવતા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના ઉમેદવારને 13 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 9 મત મળ્યા હતા. આ સાથે ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા હતા. જિલ્લાની તમામ તાલુકા પંચાયતોમાં ભાજપના ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખના નામો નીચે મુજબ જાહેર કરવામાં આવ્યા છે: કપરાડા તાલુકા પંચાયત: પ્રમુખ: ભરતભાઈ જમનાભાઈ ગાંવઠા, ઉપપ્રમુખ: સીતારુબેન શિવરામભાઈ ખાન્યા વલસાડ તાલુકા પંચાયત: પ્રમુખ: કિશોરભાઈ મગનભાઈ પટેલ, ઉપપ્રમુખ: હસુમતીબેન બળદેવભાઈ ટંડેલ નાનાપોંઢા તાલુકા પંચાયત: પ્રમુખ: મનિષાબેન વિજયકુમાર પટેલ, ઉપપ્રમુખ: તુષારકુમાર અમૃતભાઈ પટેલ ધરમપુર તાલુકા પંચાયત: પ્રમુખ: શકુન્તલાબેન સતિષભાઈ ચૌધરી, ઉપપ્રમુખ: રણજીતભાઈ બાબલુભાઈ ચૌધરી પારડી તાલુકા પંચાયત: પ્રમુખ: કિન્નરીબેન હિતેશભાઈ પટેલ, ઉપપ્રમુખ: હિરેનભાઈ છીબુભાઈ પટેલ ઉમરગામ તાલુકા પંચાયત: પ્રમુખ: સંતોષભાઈ સોમાજીભાઈ વળવી, ઉપપ્રમુખ: હાર્દિકભાઈ હર્ષદભાઈ શાહ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ જણાવ્યું હતું કે, પક્ષના હાઇકમાન્ડના માર્ગદર્શન અને રોટેશન પદ્ધતિ અનુસાર આગામી અઢી વર્ષ માટે આ વરણી કરવામાં આવી છે.
Read Original Article →