વલસાડ તાલુકા પંચાયતની 5 બેઠકો બિનહરીફ:ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર, ચૂંટણી પહેલા જ સરસાઈ

Gujarat4/11/2026, 3:22:43 PM
વલસાડ તાલુકા પંચાયતની 5 બેઠકો બિનહરીફ:ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર, ચૂંટણી પહેલા જ સરસાઈ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે વલસાડ જિલ્લામાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટીએ મજબૂત પકડ દર્શાવી છે. વલસાડ તાલુકા પંચાયતની કુલ 32 બેઠકોમાંથી 5 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ચૂંટણીના મતદાન પહેલા જ આ જીત મળતા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિનહરીફ થયેલી બેઠકોની વિગત ભાજપના જિલ્લા પ્રમુખના જણાવ્યા અનુસાર, કોસંબા જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતી 4 તાલુકા પંચાયત બેઠકો અને કકવાડી દાંતી બેઠક પર ભાજપના ઉમેદવારો સામે અન્ય કોઈ હરીફ મેદાનમાં ન રહેતા તેમને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. ‘ક્લીન સ્વીપ’નો આત્મવિશ્વાસ ભાજપના આગેવાનોએ આ સફળતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસલક્ષી નેતૃત્વનો વિજય ગણાવ્યો છે. પક્ષના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વલસાડ જિલ્લાની તમામ 6 તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં ભાજપ ‘ક્લીન સ્વીપ’ કરશે. વર્ષ 2021ની જેમ 2026માં પણ મોટા માર્જિન સાથે વિજય મેળવી વલસાડને ફરી એકવાર ‘કોંગ્રેસ મુક્ત’ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લાનું ચૂંટણી ચિત્ર વલસાડ જિલ્લામાં આગામી સમયમાં વિવિધ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે: જિલ્લા પંચાયત: 36 બેઠકો વાપી મહાનગરપાલિકા: 52 બેઠકો ઉમરગામ નગરપાલિકા: 28 બેઠકો તાલુકા પંચાયત: કુલ 150 બેઠકો (જેમાંથી 5 બેઠકો ભાજપે બિનહરીફ અંકે કરી છે) ચૂંટણીના પરિણામો પહેલા જ 5 બેઠકો જીતીને ભાજપે વિપક્ષો પર માનસિક સરસાઈ મેળવી લીધી છે. હવે બાકીની બેઠકો પર મતદારો કોના પક્ષમાં મતદાન કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.
Read Original Article →