સોળસૂંબામાં પાણીની જૂની ટાંકીમાં તિરાડ:અઠવાડિક બજાર પાસે દુર્ઘટનાનો ભય, ગ્રામ પંચાયતની બેદરકારી
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસૂંબા ગામમાં આવેલી પાણીની જૂની ટાંકીમાં તિરાડ પડી છે. આ ટાંકી અઠવાડિક બજાર ભરાય છે તે મેદાનમાં આવેલી છે, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાવાનો ભય છે. સોળસૂંબા ગ્રામ પંચાયતની ઉદાસીનતાને કારણે આ જોખમ ઊભું થયું છે. આ પાણીની ટાંકી વર્ષો જૂની છે અને તેનો ઉપયોગ ચાર વિસ્તારોમાં પાણી પૂરું પાડવા માટે થાય છે. ટાંકીમાંથી લોકોના ઘરોમાં પાણી પહોંચાડવામાં આવે છે. જોકે, આ ટાંકી જ્યાં આવેલી છે, ત્યાં જ અઠવાડિક બજાર પણ ભરાય છે. ટાંકીના સમારકામમાં રાખવામાં આવેલી કચાશને કારણે કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. સ્થાનિકોના મતે, સોળસૂંબા ગ્રામ પંચાયતનો વહીવટ છેલ્લા ત્રણ વર્ષથી અવ્યવસ્થિત છે. આ પરિસ્થિતિમાં ટાંકીના સમારકામ જેવી મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવામાં આવતું નથી, જે મોટી બેદરકારી સૂચવે છે.
Read Original Article →