વલસાડમાં RTE હેઠળ 1704 બાળકોને પ્રવેશ:251 ખાનગી શાળાઓમાં પ્રથમ રાઉન્ડ પૂર્ણ, બીજા રાઉન્ડની તૈયારી

Gujarat5/12/2026, 4:58:55 PM
વલસાડમાં RTE હેઠળ 1704 બાળકોને પ્રવેશ:251 ખાનગી શાળાઓમાં પ્રથમ રાઉન્ડ પૂર્ણ, બીજા રાઉન્ડની તૈયારી
વલસાડ જિલ્લામાં શિક્ષણ અધિકાર કાયદા (RTE) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ આપવાની યોજના અંતર્ગત પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે. જિલ્લાની 251 ખાનગી શાળાઓમાં 1704 બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રથમ રાઉન્ડમાં કુલ 1875 બાળકોના એડમિશન ઓનલાઈન પોર્ટલ દ્વારા કન્ફર્મ થયા હતા. તેમાંથી 1704 વિદ્યાર્થીઓએ નિર્ધારિત સમયમર્યાદામાં શાળાએ જઈને જરૂરી દસ્તાવેજો સાથે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી છે. RTE હેઠળ પ્રવેશ માટે સરકારે 14 જેટલી કેટેગરીના માપદંડો નક્કી કર્યા છે. જેમાં અનાથ બાળકો, સિંગલ ચાઈલ્ડ (કન્યા), ગંભીર બીમારી ધરાવતા બાળકો, BPL કાર્ડ ધારકો, આંગણવાડીમાં ભણેલા બાળકો, તેમજ ST અને SC કેટેગરીના વિદ્યાર્થીઓને અગ્રતા આપવામાં આવે છે. આ કેટેગરીના આધારે મેરિટ તૈયાર કરીને ઓનલાઈન પ્રવેશ ફાળવવામાં આવે છે. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવવાની અંતિમ તારીખ 12 મે હતી. હવે જે વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો નથી અથવા જે બેઠકો ખાલી રહી ગઈ છે, તેના માટે શિક્ષણ વિભાગ દ્વારા ટૂંક સમયમાં બીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવશે. આનાથી પ્રથમ રાઉન્ડમાં વંચિત રહી ગયેલા બાળકોને ફરી એકવાર પ્રવેશ મેળવવાની તક મળશે. જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે, "વલસાડ જિલ્લાની 251 શાળાઓમાં પ્રથમ રાઉન્ડમાં 1875 બાળકો પસંદ થયા હતા, જેમાંથી 1704 બાળકોએ પ્રવેશ લીધો છે. હવે પોર્ટલ બંધ થયા બાદ બીજા રાઉન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે."
Read Original Article →