વલસાડમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ, પીડિતા ગર્ભવતી:આરોપી અબ્બાસ મકરાણી સામે બીજી ફરિયાદ; ST SC સેલ દ્વારા તપાસ શરૂ

Gujarat5/16/2026, 3:00:24 AM
વલસાડમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ, પીડિતા ગર્ભવતી:આરોપી અબ્બાસ મકરાણી સામે બીજી ફરિયાદ; ST SC સેલ દ્વારા તપાસ શરૂ
વલસાડ તાલુકામાં લગ્નની લાલચ આપી એક યુવતી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. પીડિતા ગર્ભવતી બન્યા બાદ આ મામલો વલસાડ રૂરલ પોલીસ મથકે પહોંચ્યો છે. આરોપી અબ્બાસ ઉર્ફે અબુ હનીફ મકરાણી વિરુદ્ધ આ બીજી ફરિયાદ નોંધાઈ છે. પીડિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેનો પરિચય આરોપી અબ્બાસ ઉર્ફે અબુ હનીફ મકરાણી સાથે થયો હતો. આરોપીએ લગ્નની લાલચ આપી તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સંબંધોના પરિણામે પીડિતાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. પુત્રીના જન્મ બાદ પૈસા અને બાળકીને રાખવા બાબતે બંને વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. ફરિયાદમાં આક્ષેપ છે કે ઝઘડા દરમિયાન આરોપીએ પીડિતા સાથે મારપીટ પણ કરી હતી. પીડિતા જ્યારે આજીવિકા માટે સુરત નોકરીએ ગઈ અને પરત ફરી, ત્યારે આરોપીએ તેની સાથેના સંબંધો કાપી નાખ્યા હતા. આ દરમિયાન પીડિતા અન્ય એક પરિચિત યુવક અમનના સંપર્કમાં આવી હતી. પીડિતાએ જણાવ્યું છે કે હાલમાં તે ફરીથી ગર્ભવતી છે. જ્યારે પીડિતાએ પોતાની દીકરી સાનિયાના આધારકાર્ડ બનાવવા જૂના પરિચિતોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેને ફોન ન કરવા માટે ધમકાવી મામલો રફેદફે કરવાનો પ્રયાસ કરાયો હતો. પીડિતાની ફરિયાદના આધારે વલસાડ રૂરલ પોલીસે આરોપી અબ્બાસ ઉર્ફે અબુ હનીફ મકરાણી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે એટ્રોસિટી એક્ટ અને અન્ય કલમો હેઠળ તપાસ તેજ કરી છે. વલસાડ ST SC સેલના DySP આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે.
Read Original Article →