વલસાડના પારડી નજીક વિમાનનું ઇંધણ ભરેલું ટેન્કર પલટ્યું:હજારો લિટર અત્યંત જ્વલનશીલ ઇંધણ હાઇવે પર ફેલાયું, તાત્કાલિક સલામતીના પગલાં લેવાયા
વલસાડના પારડી નજીક નેશનલ હાઇવે પર વિમાનનું ઇંધણ (ATF) ભરેલું એક ટેન્કર પલટી ગયું હતું. આ ઘટનાને કારણે હાઇવે પર દોડધામ મચી ગઈ હતી, કારણ કે ટેન્કરમાં અત્યંત જ્વલનશીલ ઇંધણ ભરેલું હતું. ટેન્કર પલટી જતાં તેમાંથી હજારો લિટર અત્યંત જ્વલનશીલ ઇંધણ લીક થઈને હાઇવે પર ફેલાઈ ગયું હતું. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક સલામતીના પગલાં લેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પારડી મામલતદાર કિરણસિંહ રાણા સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે પરિસ્થિતિને કાબૂમાં લેવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મામલતદાર કિરણસિંહ રાણાએ જણાવ્યું હતું કે, એવિએશન ટર્બાઇન ફ્યુલ (ATF) અત્યંત જ્વલનશીલ ઇંધણ છે. આથી, સાવચેતીના ભાગરૂપે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
Read Original Article →