વલસાડ જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ:ભાજપ સામે વર્ચસ્વ જાળવી રાખવાનો પડકાર, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ગઢમાં ગાબડું પાડવાનો પ્રયાસ

Gujarat4/11/2026, 12:13:30 PM
વલસાડ જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ:ભાજપ સામે વર્ચસ્વ જાળવી રાખવાનો પડકાર, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ગઢમાં ગાબડું પાડવાનો પ્રયાસ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતા જ વલસાડ જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. વલસાડ જિલ્લા અને તાલુકા પંચાયતની પ્રતિષ્ઠાભરી બેઠકો પર કબજો જમાવવા તમામ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. ભાજપનો ગઢ બચાવવાનો પડકાર વલસાડ તાલુકો પરંપરાગત રીતે ભાજપનો ગઢ મનાય છે. ભાજપના નેતાઓ 'વિકાસ'ના મુદ્દે મતદારો સમક્ષ જઈ રહ્યા છે. ભાજપના એક અગ્રણીએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, "સરકારે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડી છે. વલસાડ તાલુકાની તમામ 32 બેઠકો અને જિલ્લા પંચાયતની 9 બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિત છે." કોંગ્રેસના મોંઘવારી અને બેરોજગારીના પ્રહાર બીજી તરફ, કોંગ્રેસે મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દા બનાવ્યા છે. કોંગ્રેસના નેતાએ દાવો કર્યો કે, "જનતા ભાજપના શાસનથી કંટાળી ગઈ છે. ખેડૂતો અને યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વખતે પરિવર્તન આવશે અને કોંગ્રેસ બહુમતી સાથે પંચાયતોમાં સત્તા મેળવશે." કાંઠા વિસ્તાર અને જ્ઞાતિ સમીકરણો વલસાડની ચૂંટણીમાં કાંઠા વિસ્તારના મતદારો હંમેશા નિર્ણાયક સાબિત થાય છે. આ વિસ્તારમાં કોળી પટેલ સમાજનું વર્ચસ્વ હોવાથી ત્રણેય પક્ષોએ આ સમાજના મતો મેળવવા વિશેષ રણનીતિ ઘડી છે. ટિકિટ ફાળવણીથી લઈને પ્રચાર અભિયાન સુધી જ્ઞાતિ પરિબળને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે. બેઠકોનું ગણિત જિલ્લા પંચાયત 09 તાલુકા પંચાયત 32 વલસાડમાં ભાજપ સામે પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાનો પડકાર છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ગઢમાં ગાબડું પાડવા પ્રયાસ કરી રહ્યા છે. હવે મતદારો 'વિકાસ' પર મહોર મારે છે કે 'પરિવર્તન'ને પસંદ કરે છે, તે તો ચૂંટણીના પરિણામો જ સ્પષ્ટ કરશે.
Read Original Article →