વલસાડના ડુંગરામાં હાઈટેક ઓનલાઈન ફ્રોડ રેકેટનો પર્દાફાશ:378 ગ્રાહકો સાથે ઠગાઈ કરનાર બે મહિલાઓ સહિત ઓનલાઈન જ્વેલરી ફ્રોડમાં 4 ઝડપાયા

Gujarat5/20/2026, 3:02:23 AM
વલસાડના ડુંગરામાં હાઈટેક ઓનલાઈન ફ્રોડ રેકેટનો પર્દાફાશ:378 ગ્રાહકો સાથે ઠગાઈ કરનાર બે મહિલાઓ સહિત ઓનલાઈન જ્વેલરી ફ્રોડમાં 4 ઝડપાયા
વલસાડ જિલ્લાના વાપી નજીક આવેલા ડુંગરા વિસ્તારમાં ઓનલાઈન શોપિંગના નામે દેશભરના ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતી એક હાઈટેક ટોળકીને ડુંગરા પોલીસે ઝડપી પાડી છે. આ ટોળકીએ ઈમિટેશન જ્વેલરીના નામે અંદાજે 378 જેટલા ગ્રાહકો પાસેથી કુલ ₹3,38,642ની છેતરપિંડી આચરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે ગોડાઉન પર મોડી રાત્રે દરોડો પાડી બે મહિલાઓ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને ₹1.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર જાહેરાતો મૂકી આચરતા છેતરપિંડી પોલીસ તપાસ અનુસાર, આરોપીઓ સોશિયલ મીડિયા અને વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર ઈમિટેશન જ્વેલરીની આકર્ષક જાહેરાતો મૂકી ગ્રાહકોને સસ્તા દરે દાગીના આપવાનો વિશ્વાસ આપતા હતા. ગ્રાહકો ઓર્ડર બુક કરાવે એટલે તેમની પાસેથી COD (કેશ ઓન ડિલિવરી) અથવા ઓનલાઈન પેમેન્ટ દ્વારા રૂપિયા વસૂલવામાં આવતા હતા. જોકે, કુરિયર મારફતે મોકલાયેલા સીલબંધ પાર્સલને જ્યારે ગ્રાહકો ખોલતા, ત્યારે અંદરથી અસલી દાગીનાના બદલે કપડાના ટુકડા, કચરો અથવા અધૂરો માલ નીકળતો હતો. આ જ મોડસ ઓપરેન્ડીથી ટોળકીએ અનેક લોકોને ચૂનો લગાવ્યો હતો. બાતમીના આધારે ગોડાઉન પર દરોડો ડુંગરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સુનિલસિંહ પરમારને બાતમી મળી હતી કે છીરી દેસાઈવાડ વિસ્તારમાં આવેલા 'અર્પણ એન્ટરપ્રાઈઝ' અને 'શિવોહમ ગ્રુપ' નામના ગોડાઉનમાં ઓનલાઈન છેતરપિંડીનું નેટવર્ક ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે આઈટી એક્સપર્ટ અને પંચોને સાથે રાખી રવિવારે મોડી રાત્રે 23:55 કલાકે ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ગોડાઉનમાં ઓનલાઈન ઓર્ડરનું પેકિંગ, કોલિંગ અને કુરિયર માટે પાર્સલ તૈયાર કરવાની કામગીરી લાઈવ ચાલુ હાલતમાં મળી આવી હતી. ઝડપાયેલા આરોપીઓ અંજલી રવીન્દ્ર તેજબહાદુર સિંગ (ઉંમર: 26 વર્ષ, રહે. છરવાડા, વાપી, મૂળ ઉત્તર પ્રદેશ) આકાંક્ષા રવીન્દ્ર તેજબહાદુર સિંગ (ઉંમર: 24 વર્ષ, રહે. છરવાડા, વાપી, મૂળ ઉત્તર પ્રદેશ) રણજીત રામવિજય સુમિરન યાદવ (ઉંમર: 25 વર્ષ, રહે. છીરી, વાપી, મૂળ આઝમગઢ, ઉત્તર પ્રદેશ) આકાશ સત્યેન્દ્ર સુરજ સિંહ (ઉંમર: 25 વર્ષ, રહે. છીરી, વાપી, મૂળ સિવાન, બિહાર) લેપટોપ અને આઈફોન સહિત ₹1.10 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે ગોડાઉનમાંથી છેતરપિંડીમાં ઉપયોગમાં લેવાતા ડિજિટલ પુરાવા અને સામગ્રી સહિત કુલ ₹1.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં 3 લેપટોપ, 1 સેમસંગ ટેબ્લેટ, 4 સ્માર્ટફોન (જેમાં આઈફોન 13 સહિતના મોંઘા ફોન સામેલ છે), બારકોડ અને રસીદ પ્રિન્ટર મશીન, પેકિંગ મટીરીયલ તેમજ રોકડ રકમનો સમાવેશ થાય છે. નવા BNS કાયદા હેઠળ ગુનો દાખલ આ સમગ્ર મામલે ડુંગરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સુનિલસિંહ પરમારે ફરિયાદી બની ચારેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 318(4) અને 3(5) હેઠળ ગુનો નોંધાવ્યો છે. કેસની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર શૈલેષકુમાર મફાભાઈ પ્રજાપતિને સોંપવામાં આવી છે. રાત્રિનો સમય હોવાને કારણે મહિલા આરોપીઓને કાયદાકીય નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ હવે આ ઓનલાઈન ફ્રોડ રેકેટના તાર અન્ય રાજ્યો કે અન્ય કયા લોકો સાથે જોડાયેલા છે તે દિશામાં તપાસ ચલાવી રહી છે.
Read Original Article →