વલસાડમાં લવજેહાદ:અર્બાઝ ઉર્ફે અબુએ ઇન્સ્ટાગ્રામ પર 'અંકિત' બની યુવતીને ફસાવી અનેકવાર દુષ્કર્મ આચર્યું, પોલીસે ધરપકડ કરી
વલસાડ રૂરલ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં એક 'લવ જેહાદ' જેવો કિસ્સો સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાની ઓળખ છુપાવી, હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવક અર્બાઝ ઉર્ફે અબુની પોલીસે ધરપકડ કરી છે. વલસાડ રૂરલ પોલીસ મથકમાં પીડિત યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી અર્બાઝ ઉર્ફે અબુએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનું નામ 'અંકિત' જણાવ્યું હતું. તેણે પોતે હિન્દુ હોવાનું કહી યુવતી સાથે મિત્રતા કેળવી હતી અને બાદમાં તેને પ્રેમજાળમાં ફસાવી હતી. પીડિતાના નિવેદન અનુસાર, 22 ઓક્ટોબર, 2025 થી 11 મે, 2026 દરમિયાન આરોપી તેને અલગ-અલગ સ્થળોએ લઈ ગયો હતો. આ સમયગાળામાં તેણે યુવતીની મરજી વિરુદ્ધ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવતીને જ્યારે જાણ થઈ કે જેને તે 'અંકિત' સમજી રહી હતી તે ખરેખર મુસ્લિમ યુવક અર્બાઝ છે, ત્યારે તેને આઘાત લાગ્યો હતો. આ મામલે વલસાડ રૂરલ DySP એ.કે. વર્માએ જણાવ્યું હતું કે, પીડિતાની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપી અર્બાઝ ઉર્ફે અબુની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે આ આરોપીએ અન્ય યુવતીઓને પણ આ રીતે પોતાની જાળમાં ફસાવી હોઈ શકે છે. DySP વર્માએ અન્ય ભોગ બનનાર યુવતીઓને નિર્ભય બનીને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે. હાલ પોલીસ આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ ચલાવી રહી છે.
Read Original Article →