વલસાડમાં પ્રેમસંબંધની શંકાએ સાળાનું ઢીમ ઢાળી દીધું:પતિ સહિતે 2 શખસે વાંસના ફટકા મારી અધમુઓ કર્યો, સારવારમાં દમ તોડ્યો, આરોપી ફરાર

Gujarat6/10/2026, 9:43:40 AM
વલસાડમાં પ્રેમસંબંધની શંકાએ સાળાનું ઢીમ ઢાળી દીધું:પતિ સહિતે 2 શખસે વાંસના ફટકા મારી અધમુઓ કર્યો, સારવારમાં દમ તોડ્યો, આરોપી ફરાર
વલસાડ શહેરની ધરમપુર ચોકડી નજીક મંગળવારે રાત્રે પ્રેમ સંબંધની શંકાને કારણે એક વ્યક્તિએ પિતરાઈ સાળાની હત્યા કરી નાખી. આ ઘટના નિશ્ચય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામેના ખુલ્લા મેદાનમાં બની હતી. પતિએ પત્ની અને તેના દૂરના પિતરાઈ ભાઈ વચ્ચે આડા સંબંધ હોવાના વહેમમાં અન્ય એક શખ્સ સાથે મળીને સાળા પર વાંસના લાકડાથી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મોડી રાતનો બનાવ પોલીસ ફરિયાદ અનુસાર, ગુંદલાવ કોચર ફળિયાના વતની આરતીબેન ગણેશ રાજપુતે આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેઓ હાલ ધરમપુર ચોકડી નજીક ઝૂંપડામાં રહી કચરો વીણી ગુજરાન ચલાવે છે. મંગળવારે રાત્રે આરતીબેન, તેમના પતિ ગણેશ વિજય રાજપુત અને દૂરના પિતરાઈ ભાઈ વિપુલ બાબુભાઈ નાયકા ઝૂંપડામાં હાજર હતા. તે સમયે ગણેશ રાજપુતને પત્ની અને તેના પિતરાઈ ભાઈ વચ્ચે આડા સંબંધ હોવાની શંકા થતાં મામલો ગરમાયો હતો. વાંસના લાકડીથી હુમલો વહેમના કારણે ઉશ્કેરાયેલા ગણેશ રાજપુતે ગાળાગાળી કરી ઝઘડો શરૂ કર્યો. ત્યારબાદ તેણે ત્યાં હાજર વિપુલ હીરાભાઈ વાઘેલા સાથે મળીને નજીકમાં પડેલા વાંસના જાડા લાકડાં વડે વિપુલ નાયકા પર હુમલો કર્યો. બંને આરોપીઓએ વિપુલ નાયકાના માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં આડેધડ ફટકા માર્યા હતા. પત્નીને પણ માર માર્યો ભાઈને બચાવવા માટે આરતીબેન વચ્ચે પડતાં હુમલાખોરોએ તેમને પણ માર માર્યો. લાકડાના ફટકા વાગવાથી આરતીબેનને પીઠના ભાગે ઈજાઓ થઈ હતી. હુમલા બાદ વિપુલ નાયકા લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. સારવાર દરમિયાન મોત ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ સ્થળ પર પહોંચ્યા હતા. ઈજાગ્રસ્ત વિપુલને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન મોડી રાત્રે તેનું મોત નીપજ્યું હતું. આરોપીઓને પકડવા શોધખોળ વલસાડ સિટી પોલીસે આ ઘટના અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે ગણેશ વિજય રાજપુત અને વિપુલ હીરાભાઈ વાઘેલા સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ તેજ કરવામાં આવી છે.
Read Original Article →