GSRTC કંડક્ટર ભરતી: વલસાડ રેડ ક્રોસ દ્વારા ફર્સ્ટ એઈડ તાલીમ:ઉમેદવારો માટે પ્રમાણપત્ર ફરજિયાત હોવાથી તાલીમ વર્ગોનું આયોજન

Gujarat6/8/2026, 3:18:28 PM
GSRTC કંડક્ટર ભરતી: વલસાડ રેડ ક્રોસ દ્વારા ફર્સ્ટ એઈડ તાલીમ:ઉમેદવારો માટે પ્રમાણપત્ર ફરજિયાત હોવાથી તાલીમ વર્ગોનું આયોજન
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ટૂંક સમયમાં કંડક્ટરની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ ભરતી માટે ફર્સ્ટ એઈડ ટ્રેનિંગનું પ્રમાણપત્ર ફરજિયાત હોવાથી, વલસાડ જિલ્લાના યુવાનોને મદદરૂપ થવા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, વલસાડ દ્વારા પ્રાથમિક સારવાર (ફર્સ્ટ એઈડ) તાલીમના વર્ગો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. રેડ ક્રોસ દ્વારા આપવામાં આવતી આ તાલીમ ખાસ કરીને કંડક્ટર ભરતીમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવી છે. તાલીમ 10 જૂનથી શરૂ થશે અને સતત 8 દિવસ સુધી દરરોજ બપોરે 1 થી 3 વાગ્યા દરમિયાન યોજાશે. ઉમેદવારોની સંખ્યા વધુ હોવાથી નોંધણી ‘વહેલા તે પહેલાના ધોરણે’ કરવામાં આવશે. જો પ્રથમ બેચ પૂર્ણ થઈ જશે, તો 25 જૂન સુધી વધારાના બેચ પણ ચલાવવામાં આવશે. તાલીમ માટે ઇચ્છુક ઉમેદવારોએ રેડ ક્રોસ, વલસાડ રક્તદાન કેન્દ્ર, કચેરી રોડ, વલસાડ ખાતે સવારે 11 થી બપોરે 2 વાગ્યા દરમિયાન સંપર્ક કરવાનો રહેશે. વધુ માહિતી માટે શ્રીમતી ઝીલ દેસાઈનો મોબાઈલ નંબર 79900 73768 પર સંપર્ક કરી શકાશે. રેડ ક્રોસના માનદ મંત્રી ડો. યઝદી ઇટાલિયાએ જણાવ્યું હતું કે, નેશનલ હેડક્વાર્ટર્સના નિયમો અનુસાર તાલીમ સુચારુ રીતે પૂર્ણ થાય અને તાલીમાર્થીઓને મૂળ પ્રમાણપત્ર મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીમ માટે રૂ. 1,000 ફી નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોએ બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, ધોરણ-12 પાસનું પ્રમાણપત્ર અથવા માર્કશીટની નકલ તેમજ આધાર કાર્ડ સાથે લાવવાનું રહેશે. GSRTCમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે આ તાલીમ મહત્વની તક બની રહી છે, જેને લઈને જિલ્લામાં નોંધણી માટે સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
Read Original Article →