કાજણ-રણછોડની ગ્રામસભામાં મહિલા સરપંચના પતિની ધોલાઈ:ગ્રામ પંચાયતના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સામસામે ધક્કામુક્કી બાદ મારામારી, ખુરસી ઉછળી, વીડિયો વાઈરલ

Gujarat6/6/2026, 9:28:39 AM
કાજણ-રણછોડની ગ્રામસભામાં મહિલા સરપંચના પતિની ધોલાઈ:ગ્રામ પંચાયતના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સામસામે ધક્કામુક્કી બાદ મારામારી, ખુરસી ઉછળી, વીડિયો વાઈરલ
વલસાડ જિલ્લાના કાજણ-રણછોડ ગામમાં યોજાયેલી ગ્રામસભા દરમિયાન ભારે હોબાળો થયો હતો. ગ્રામ પંચાયતના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ સરપંચ પતિને માર મારવામાં આવ્યો હતો અને ખુરસીઓ ઉછળી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગ્રામસભામાં સ્થાનિક ગ્રામજનોએ ગ્રામ પંચાયતના વિકાસ કાર્યોમાં ગેરરીતિ અને પારદર્શિતાના અભાવ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ મુદ્દે સરપંચ પતિ અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. ગ્રામસભામાં અફરાતફરી બોલાચાલીએ ટૂંક સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બંને પક્ષો વચ્ચે ધક્કામુક્કી અને ત્યારબાદ મારામારી થઈ હતી. કેટલાક લોકોએ ખુરસીઓ ઉછાળી હતી, જેના કારણે ગ્રામસભામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેટલાકે મધ્યસ્થી કરી ઉપસ્થિત અન્ય લોકોએ વચ્ચે પડીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાને કોઈએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં મારામારીના દ્રશ્યો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. પોલીસ ફરિયાદ નોંધાશે આ ઘટનાને પગલે ગામમાં ભારે ચર્ચા જાગી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ બાદ ઘટનાની વધુ વિગતો અને જવાબદારો સામે કાર્યવાહી થઈ શકે છે.
Read Original Article →