વલસાડમાં દારૂ પીધેલા કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો:દમણથી સુરત જતી વખતે ગૂગલ મેપના સહારે જતા કાર ચાલકને વલસાડ શહેરમાં કેરી માર્કેટ પાસે અકસ્માત સર્જ્યો

Gujarat5/27/2026, 2:04:57 AM
વલસાડમાં દારૂ પીધેલા કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો:દમણથી સુરત જતી વખતે ગૂગલ મેપના સહારે જતા કાર ચાલકને વલસાડ શહેરમાં કેરી માર્કેટ પાસે અકસ્માત સર્જ્યો
વલસાડમાં દારૂના નશામાં ધૂત એક કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો હતો. આ ઘટના વલસાડની કેરી માર્કેટ પાસે બની હતી, જ્યાં દમણથી સુરત જઈ રહેલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. સ્થાનિક લોકોએ કાર ચાલકને પકડી પાડી તેની ધોલાઈ કરી હતી અને બાદમાં તેને પોલીસને સોંપ્યો હતો. મળતી માહિતી મુજબ, વડોદરાના 44 વર્ષીય હેમંત નાઈ પોતાની પત્ની અને દીકરી સાથે દમણથી સુરતના વેસુ વિસ્તારમાં આવેલા પોતાના સાળાના ઘરે જઈ રહ્યા હતા. રસ્તાથી અજાણ હોવાથી હેમંતે મોબાઈલમાં ગૂગલ મેપ ચાલુ કર્યો હતો. ગૂગલ મેપ ઉપર દમણથી સુરત વેસુ જવાનો મેપ સેટ કર્યો હતો. ગુગલ મેપ દ્વારા બતાવેલા રસ્તા મુજબ દમણથી કોસ્ટલ હાઈવે પરથી પસાર થઈને તે વલસાડ શહેરમાં પ્રવેશ્યો હતો. ત્યાંથી કેરી માર્કેટ થઈ પસાર થઈ રહ્યો હતો હેમંત નાઈ દારૂના નશામાં સંપૂર્ણપણે ધૂત હતો. નશાની હાલતમાં જ તે વલસાડની પ્રખ્યાત કેરી માર્કેટ પાસેથી પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને રસ્તા પરથી પસાર થઈ રહેલા એક રાહદારીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ કારને ઘેરી લીધી અને ચાલક હેમંતને બહાર કાઢ્યો. કાર ચાલક દારૂના નશામાં હોવાનું જણાતા રોષે ભરાયેલા લોકોએ તેને માર માર્યો હતો. આ અંગેની જાણ થતાં જ વલસાડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને નશાખોર કાર ચાલક હેમંત નાઈને કસ્ટડીમાં લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →