અફેરના ચક્કરમાં જનેતાએ ત્રણ માસૂમો સાથે ઝેર ગટગટાવ્યું:બાળકોનાં મોત, માતા ગંભીર; પતિએ કહ્યું- 'એને પ્રેમી જોડે જવું હોત તો જાત, મારા છોકરાઓને કેમ મારી નાખ્યાં'

Gujarat5/27/2026, 5:40:14 AM
અફેરના ચક્કરમાં જનેતાએ ત્રણ માસૂમો સાથે ઝેર ગટગટાવ્યું:બાળકોનાં મોત, માતા ગંભીર; પતિએ કહ્યું- 'એને પ્રેમી જોડે જવું હોત તો જાત, મારા છોકરાઓને કેમ મારી નાખ્યાં'
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના મોરાગામ ખાતેથી તારીખ 27મેની વહેલી સવારે એક અત્યંત કાળજું કંપાવી દેનારી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં અન્ય પુરુષ સાથેના આડા સંબંધંમાં આડખીલી દૂર કરવાના વિવાદમાં એક નિષ્ઠુર માતા આશાબેન આહિરે પોતાના જ 3 માસૂમ સંતાનોની રાત્રિના સમયે કોઈ ઝેરી પદાર્થ ખવડાવીને નિર્મમ હત્યા કરી નાખી છે. લગ્નજીવનના કલહના કારણે સર્જાયેલા આ ભયાનક વિખવાદમાં માસૂમોના કરૂણ મોત નિપજાવી જનનીએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી છે. હાલ આ મામલે સબંધિત પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. પારિવારિક પૃષ્ઠભૂમિ અને દામ્પત્ય જીવનની વિગત પોલીસ ફરિયાદ અનુસાર, મોરાગામ ખાતે રહેતા અને માછીમારીનો ધંધો કરતા મેહુલભાઈ બાબુભાઈ આહિર (ઉંમર: આશરે 28 વર્ષ) ના લગ્ન આશરે સાતેક વર્ષ પહેલાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધાન્વરી ગામે રહેતા રમણભાઈ આહિરની દીકરી નિશા સાથે જ્ઞાતિના રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્નજીવન દરમિયાન તેમને સંતાનમાં એક પુત્રી ધ્રુવી (ઉંમર: 5 વર્ષ) અને બે પુત્રો સાર્થક (ઉંમર: 3 વર્ષ) તથા વેદાંત (ઉંમર: દોઢ વર્ષ) હતા. લગ્નના થોડા સમય પછી પત્ની આશા અવારનવાર કોઈની સાથે ફોન પર વાતો કરતી હોવાથી દામ્પત્ય જીવનમાં તણાવ શરૂ થયો હતો. આશરે આઠેક મહિના પહેલાં આ મુદ્દે બોલાચાલી થતાં તે રિસાઈને પિયર જતી રહી હતી, જેને ગત તારીખ 19મે ના રોજ જ જ્ઞાતિના આગેવાનોની મધ્યસ્થીથી પરત લાવવામાં આવી હતી. પત્નીના મોબાઇલમાં અન્ય યુવકના મેસેજ મળતા વિવાદ ફરિયાદી પતિ મેહુલભાઈ તાજેતરમાં જ ઘરે હતા ત્યારે તારીખ 26મે ની રાત્રિના સમયે તેમણે પત્ની આશાનો મોબાઈલ ચેક કર્યો હતો. મોબાઈલ તપાસતા તેમાંથી એક અન્ય પુરુષ સાથેના પ્રેમસંબંધના ટેક્સ્ટ મેસેજ અને વાંધાજનક ફોટા મળી આવ્યા હતા. આ બાબતે મેહુલભાઈએ પૂછતાં આશાએ સ્વીકાર્યું હતું કે તેને અન્ય વ્યક્તિ સાથે પ્રેમસંબંધ છે. આ સાંભળી મેહુલભાઈએ તેને શાંતિથી સમજાવીને સ્પષ્ટ જણાવ્યું હતું કે, "જો તારે તારા પ્રેમી સાથે જવું હોય તો તું ખુશીથી જઈ શકે છે, પણ મારા ત્રણેય બાળકોને અહીં જ મૂકતી જા, હું તેમને એકલો મોટો કરીશ." આ વાતચીત બાદ રાત્રે બાળકો માતા આશા સાથે રૂમમાં સુઈ ગયા હતા. રાત્રે સુઈ ગયા બાદ વહેલી સવારે ઘાતકી ખેલ ખેલાયો રાત્રિના સમયે વિવાદ શાંત પડ્યા બાદ પરિવારના તમામ સભ્યો પોતપોતાના રૂમમાં સુઈ ગયા હતા. તારીખ 27મેની વહેલી સવારે આશરે 05:30 વાગ્યે મેહુલભાઈના માતા ઝીણીબેન જાગ્યા ત્યારે તેમણે જોયું કે વહુ આશા ઘરની ઓસરીમાં એકલી ગુમસુમ બેઠી હતી. ઝીણીબેને શંકા જતાં રૂમમાં જઈને જોયું તો ત્રણેય માસૂમ બાળકો (ધ્રુવી, સાર્થક અને વેદાંત) ખાટલા પર હલનચલન વગર નિશ્ચેત અવસ્થામાં પડેલા હતા અને તેમના મોઢામાંથી ફીણ નીકળતું હતું. ઝીણીબેને તરત જ મોટા અવાજે બૂમ પાડીને પોતાના દીકરા મેહુલભાઈને જગાડ્યો અને બાળકોની સ્થિતિ બતાવી હતી મહિલાની સાસુનું શું કહેવું છે? હાલતો આપાઘાતનો પ્રયાસ કરનાર મહિલાના સાસુએ જણાવેલી વિગત મુજબ વાત કરીએ તો તેમણે કહ્યું કે, એ મારા છોકરાની વહુ છે, તે તેના મમ્મીના ઘરે રહેતી હતી. એને કોઈ સાથે અફેર ચાલતું હતું એવી મારા દીકરાને ખબર પડી એટલે મારા દીકરાએ ઠપકો આપ્યો અને તેને છોકરાઓને અહીં મૂકી તેના મમ્મી પપ્પાને ઘરે જતા રહેવાનું કહ્યું..તો રીસમાં આવીને મારા દીકરાની વહુએ તેના ત્રણેય છોકરાઓને શું ખવડાવી દીધું કંઈ ખબર ન પડી...એ તો અમે સવારે, જાગ્યા ત્યારે ખબર પડી, રાતના તો અમને શું ખબર પડે? બાર વાગ્યા લગીન તો અમે ઓસરીમાં હતા. પછી અમે અને એ લોકો સુઈ ગયા, અમારા રૂમમાં અને દરવાજો બંધ અને પંખા ચાલુ એટલે કંઈ સંભળાયું નહીં. સવારે મારો છોકરો ઉઠ્યો પણ, છોકરા ઉઠ્યા નહીં...અને પેલી ઉઠીને બહાર ફર્યા તેણે શું કર્યું...શું પીવડાવેલું, કઈ રીતે માર્યા, એ અમને જરાય નથી ખબર એમ,મારા છોકરાને પણ ખબર નથી હોસ્પિટલમાં તબીબોએ માસૂમોને મૃત જાહેર કર્યા રૂમમાં બાળકોની કોઈ હલચલ ન જણાતા ગભરાઈ ગયેલા પરિવારે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરીને ઘટનાસ્થળે બોલાવી હતી. એમ્બ્યુલન્સના ડૉક્ટરે આવીને પ્રાથમિક તપાસ કર્યા બાદ બાળકોની ગંભીર સ્થિતિ જોઈ તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાની સલાહ આપી હતી. પરિવાર ત્રણેય સંતાનોને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ બાળકોને ઝીણવટપૂર્વક તપાસીને સવારે આશરે 07:15 વાગ્યે ત્રણેય માસૂમ બાળકોને સત્તાવાર રીતે મૃત જાહેર કર્યા હતા. માસૂમોના મોતના સમાચારથી હોસ્પિટલ પરિસરમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. માતાની કબૂલાત અને પોલીસની કાયદેસરની કાર્યવાહી સિવિલ હોસ્પિટલ ખાતે જ મેહુલભાઈ અને તેમના સગા-સંબંધીઓએ આશાને કડકાઈથી પૂછપરછ કરતા તેણે રડતા-રડતા પાપી કૃત્યની કબૂલાત કરી લીધી હતી. નિશાએ સ્વીકાર્યું કે, રાત્રે પતિ સાથે અફેર બાબતે ઝઘડો થયો હતો અને પતિએ બાળકો મૂકીને જવાનું કહેતા તેને અદાવત અને ગુસ્સો આવ્યો હતો. તેને અન્ય પુરુષ સાથેના પ્રેમજીવનમાં આ બાળકો નડતરરૂપ ન બને તે માટે તેણે રાત્રિના સમયે ત્રણેય બાળકોને કોઈ ઝેરી દવા/પદાર્થ ખવડાવીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ હૃદયદ્રાવક ઘટના અંગે ફરિયાદી પતિની ફરિયાદના આધારે પોલીસે આરોપી પત્ની આશાબેન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ હત્યા (મર્ડર) નો ગુનો નોંધી કાયદેસરની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો બગોદરામાં મોડીરાત્રે સામૂહિક આપઘાત:ધોળકાના એક જ પરિવારના તમામ 5 સભ્યએ ઝેરી દવા ગટગટાવી થોડા દિવસ પહેલા અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા ગામે મોડીરાત્રે એક અત્યંત હૃદય કંપાવનારી ઘટના બની હતી. બગોદરા બસ સ્ટેશન પાસે આવેલા એક ભાડાના મકાનમાં એક જ પરિવારના પાંચ સભ્યએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં પતિ-પત્ની અને તેમના ત્રણ માસૂમ બાળકના કરુણ મોત નિપજ્યાં હતા.પોલીસે પ્રાથમિક તપાસ બાદ સંભવિત કારણ અંગે માહિતી આપીતા કહ્યું હતું કે, પ્રાથમિક અંદાજ મુજબ આર્થિક સંકડામણને કારણે પરિવારે આવું આત્મઘાતી પગલું ભર્યું હોઈ શકે છે (સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
Read Original Article →