ઉમરગામ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખના નામની જાહેરાત:પ્રમુખ તરીકે ખુશ્બુ જાદવ અને ઉપપ્રમુખ તરીકે યોગેશ દાંડેકરની બિનહરીફ વરણી
વલસાડ જિલ્લાની ઉમરગામ નગરપાલિકાના પ્રમુખ તરીકે ખુશ્બુ શૈલેષ જાદવ અને ઉપપ્રમુખ તરીકે યોગેશ દાંડેકરની બિનહરીફ વરણી કરવામાં આવી છે. આ વરણી ખાસ સામાન્ય સભામાં સર્વસંમતિથી થઈ હતી. ઉમરગામ નગરપાલિકામાં કુલ 7 વોર્ડની 28 બેઠકો છે. આ પૈકી ભારતીય જનતા પાર્ટી (BJP) એ 19 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 8 અને એક બેઠક અપક્ષના ફાળે ગઈ હતી. પ્રમુખ પદ માટેની બેઠક રોટેશન મુજબ સામાન્ય મહિલા માટે અનામત રાખવામાં આવી હતી. આ નિયમ અનુસાર, ભાજપ દ્વારા ખુશ્બુ જાદવનું નામ પ્રમુખ પદ માટે પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું. ખાસ સામાન્ય સભામાં ભાજપ તરફથી પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ માટે એક-એક નામની દરખાસ્ત મૂકવામાં આવી હતી. અન્ય કોઈ ઉમેદવારી ન હોવાથી, બંનેની બિનહરીફ વરણી થઈ હતી.
Read Original Article →