સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમરગામમાં AAPને મોટો ફટકો:તાલુકા પ્રમુખ મનીષ હડપતી 1500 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા

Gujarat4/12/2026, 3:58:37 PM
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમરગામમાં AAPને મોટો ફટકો:તાલુકા પ્રમુખ મનીષ હડપતી 1500 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ઉમરગામમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. 'આપ' ના તાલુકા પ્રમુખ મનીષ હડપતી તેમના 1500 થી વધુ સમર્થકો અને હોદ્દેદારો સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે. ભાજપમાં જોડાયા બાદ મનીષ હડપતીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા પાંચ મહિનાથી આમ આદમી પાર્ટીમાં સક્રિય હતા અને હજારો કાર્યકરોને પાર્ટી સાથે જોડ્યા હતા. જોકે, ચૂંટણીના સમયે ઉમેદવારોની પસંદગી અને રણનીતિ અંગે તેમની કોઈ સલાહ લેવામાં આવતી નહોતી. પાર્ટીમાં સતત થઈ રહેલી અવગણનાથી નારાજ થઈને તેમણે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. તેમણે આક્ષેપ કર્યો કે જિલ્લા કે તાલુકા સ્તરે તેમને મહત્વ આપવામાં આવતું નહોતું. ઉમરગામ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભાજપના અગ્રણી નેતાઓ દ્વારા મનીષ હડપતી અને તેમના સમર્થકોને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા. ભાજપના નેતાઓએ મનીષ હડપતીને યુવા અને આદિવાસી નેતા ગણાવ્યા હતા. ભાજપના નેતાઓએ જણાવ્યું કે તેમના જોડાવાથી આગામી ચૂંટણીમાં ભાજપની પકડ વધુ મજબૂત બનશે. ચૂંટણી પહેલા આટલી મોટી સંખ્યામાં કાર્યકરોનું પક્ષ પલટો કરવું એ આમ આદમી પાર્ટી માટે ચિંતાનો વિષય બન્યો છે, જેનાથી ઉમરગામ પંથકમાં 'આપ' નું સંગઠન નબળું પડ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
Read Original Article →