સ્લેબ તૂટવાની ઘટના બાદ વેપારીઓની માંગ:વલસાડ પાલિકાની જર્જરિત ઇન્દીરા ગાંધી શોપિંગ સેન્ટરને દુર્ઘટના પહેલા રિપેર કરો

Gujarat4/10/2026, 12:00:00 AM
સ્લેબ તૂટવાની ઘટના બાદ વેપારીઓની માંગ:વલસાડ પાલિકાની જર્જરિત ઇન્દીરા ગાંધી શોપિંગ સેન્ટરને દુર્ઘટના પહેલા રિપેર કરો
વલસાડ શહેરમાં નગરપાલિકાની માલિકીના સરકારી પ્રોપર્ટી ઇન્દીરા ગાંધી શોપિંગ સેન્ટરની જર્જરિત થઇ જતાં બુધવારે બાલ્કનીનો સ્લેબ તૂટી પડવાની ઘટના બાદ વેપારીઓએ ગુરૂવારે મોરચો માડી પાલિકા સમક્ષ તાત્કાલિક મરામતની માગ કરી છે. વલસાડ સ્ટેશન રોડ ઉપર ગાંધી લાયબ્રેરી નજીક આવેલા ઇન્દીરા ગાંધી શોપિંગ સેન્ટરના ઉપલાં માળે મોડી સાંજે બાલકનીના છેડાના ભાગે સ્લેબનો ટૂકડો ધરાશાઇ થઇ જતાં નીચે પાર્ક કરેલા વાહનોને ભારે નુકસાન પહોચ્યું હતું.જો કે મોડી સાંજના કારણે અવરજવર ન હોવાથી જાનિહાનિ ટળી ગઇ હતી. આ દરમિયાન નગરપાલિકાના સ્ટાફે આવી દૂકાનો બંધ કરાવી દીધી હતી.આ જર્જિરત શોપિંગ સેન્ટરની બાલકની,પાળી અત્યંત ખખડી ગઇ છે.જેને વર્ષોથી યથાવત સ્થિતિમા જ છોડી દેવાતાં સ્થિતિજોખમી બની રહી છે. જેના કારણે વેપારી અગ્રણી કેતન શાહની આગેવાની હેઠળ વેપારીઓએ નગરપાલિકા ખાતે મોરચા રૂપે પહોંચી સત્તાધીશોને મરામતની રજૂઆત કરી હતી.જેમાં વેપારીઓ દ્વારા જૂના શોપિંગ સેન્ટરોની મરામત કરાવવા અથવા માલિકી ધોરણે આપી દે તો વેપારીઓ મરામત કરાવી દેશે તેવી દલીલો કરાઇ હતી. ઇન્દીરા ગાંધી શોપિંગ સેન્ટરની વહેલી તકે મરામત કરવામાં નહિ આવશે તો આમરણાંત ઉપવાસ સાથે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે. બીજી તરફ પાલિકા શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનોની માલિકી હક્ક પણ વેપારીઓને ન આપતા આક્રોશ જોવા મળી રહ્યો છે. ભવિષ્યમાં મોટી ઘટનાના અણસારને લઇ વેપારીઓમાં ડરનો માહોલ છે.
Read Original Article →