રાજકારણમાં ચહલપહલ:વલસાડ જિ. પં.ની 36 બેઠકના રોટેશને ચૂંટણીમાં જૂના જોગીનું ગણિત બગાડ્યું

Gujarat4/8/2026, 12:00:00 AM
રાજકારણમાં ચહલપહલ:વલસાડ જિ. પં.ની 36 બેઠકના રોટેશને ચૂંટણીમાં જૂના જોગીનું ગણિત બગાડ્યું
વલસાડ જિલ્લા પંચાયતની ચૂંટણીની લહેર ચાલી છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના જૂના જોગીઓ માટે અનામત રોટેશનને ખેલ બગાડ્યો છે. જેથી નવા ચહેરા સામે આવે તો નવાઇ નહિ. કોંગ્રેસ દ્વારા કવાયત ઘણાં સમયથી પૂર્ણ કરાઇ હતી પરંતું નવા અનામત બેઠકોના રોટેશને ભાજપ વર્તુળમાં જૂના જોગીઓના સમીકરણ બદલી નાંખ્યા છે. 50 ટકા મહિલા અનામત છે અ્ને તેમાં વળી રોટેશનમાં બેઠકના જાતિ પ્રકાર બદલાઇ જતાં જૂના જોગીઓને અસર પહોંચી છે. ભાજપમાં નોંધાયેલી દાવેદારી જોતાં ટિકિટ આપવામાં ભારે ધર્મસંકટ જેવી સ્થિતિ આકાર પામી રહી છે. આયોગે જાહેર કરેલી અનામત ફાળ‌વણીમાં જિલ્લા પંચાયતની 36 બેઠક માટે જાતિ વર્ગના આધારે બેઠકો ફા‌ળ‌વાઇ છે. જેમાં ST, SC, OBC અને સામાન્ય વર્ગના મતદારોના આધારે બેઠકો નિર્ધારિત કરાતા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના રાજકારણમાં ચહલપહલ સર્જાઇ છે. આ વખતે જિલ્લામાં કપરાડા તાલુકાનું વિભાજન થયું હતું. સૌથી વધુ રોચક નાનાપોંઢા તાલુકામાં નાનાપોંઢા તાલુકામ સૌથી વધુ રોચક સ્થિતિ છે. કપરાડા અને પારડી તાલુકાના કેટલાક ગામોનો સમાવેશ કરી નવુ સિમાંકન થયું છે.જેને ધ્યાને લઇ નાનાપોંઢાને જિલ્લા પંચાયતની 4 બેઠકો ફાળવવામાં આવી છે તેના પર સૌની મીટ મંડાઇ છે.પ્રથમ તાલુકો બનવા સાથે પ્રથમ સભ્યપદે ચૂંટાવાની સિધ્ધિ કોને મળે છે તે મુદ્દો ભાજપ કોંગ્રેસ માટે ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે.એસસી સ્ત્રી અનામત બેઠક- 01, સામાન્ય બેઠક- 00, એસટી સ્ત્રી અનામત બેઠક- 12, એસટી અનામત બેઠક- 12, ઓબીસી સ્ત્રી અનામત બેઠક-02, સામાન્ય-02, સામાન્ય સ્ત્રી અનામત- 03, બિન અનામત સામાન્ય - 04. મહિલા અનામત બેઠક માટે કાર્યકરો અને રાજકીય નેતાઓએ પોતાની પત્ની પાસેથી દાવેદારી કરાવી છે. જેથી કરીને એમની સત્તા અંકબંધ રહી શકે.
Read Original Article →