વાહનચાલકોને ભારે મુશ્કેલી:ગરમીના પ્રકોપથી માંડવા નજીક 500 મીટર સુધીનો ડામર પીગળ્યો

Gujarat4/12/2026, 12:00:00 AM
વાહનચાલકોને ભારે મુશ્કેલી:ગરમીના પ્રકોપથી માંડવા નજીક 500 મીટર સુધીનો ડામર પીગળ્યો
નાનાપોંઢા-કપરાડા NH-848 પર ગરમીનો પ્રકોપ માંડવા નજીક 500 મીટર સુધી ડામર પીગળ્યું.ગરમીના ભારે પ્રકોપને કારણે નાનાપોંઢાથી કપરાડા તરફ જતાં નેશનલ હાઈવે નંબર 848 પર માંડવા નજીક આશરે 500 મીટર જેટલા વિસ્તારમાં રસ્તા પરનું ડામર પીગળી જવાની ઘટના સામે આવી છે. આ કારણે રોડ સપાટી ચીકણી બની જતાં વાહનચાલકોને વાહન હંકારવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બાઈક અને લાઈટ વાહનો માટે સ્લીપ થવાનો ભય વધ્યો છે. અમુક સ્થળોએ વાહનો સ્લીપ થવાના નાના બનાવો પણ બન્યા છે. ગરમીના કારણે રસ્તાની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા તંત્ર સામે વહેલી તકે માર્ગનું સમારકામ કરવા માંગ ઉઠી રહી છે, જેથી કોઈ મોટી દુર્ઘટના ન બને. હાલ સ્થિતિ યથાવત રહી તો અકસ્માતનો ભય વધવાની શક્યતા છે.
Read Original Article →