6 તા. પં.માં પ્રમુખ પદ માટે અનામતનું ચિત્ર‎:વલસાડ જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખોની ચૂંટણીનો ધમધમાટ

Gujarat5/20/2026, 12:16:26 AM
વલસાડ જિલ્લા અને તાલુકા પંચાયતોની 26 એપ્રિલ 2026ના રોજ યોજાયેલી ચૂંટણી બાદ 28 એપ્રિલે પરિણામો જાહેર થઇ ગયાના 25 દિવસ બાદ હવે જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતોના પાંચ વર્ષની ટર્મમાં પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખોની ચૂંટણીના કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયા છે. જિલ્લા અને તમામ 6 તાલુકા પંચાયતોમાં ભાજપે વિજય પ્રાપ્ત કરી તમામ તા.પં. અને જિ.પં. કબજે કરી હતી. હવે ગુજરાત રાજ્યના પંચાયત વિભાગ દ્વારા તાલુકા પંચાયતોમાં નવા પ્રમુખો અને ઉપપ્રમુખોની ચૂંટણી 23 મેના રોજ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી 25 મેએ યોજવા માટે ચૂંટાયેલા સભ્યોની સભા બોલાવાશે. જેને લઇ જિલ્લા ભાજપ સંગઠન અને ગ્રામ્ય રાજકારણમાં ફરીથી ગરમાટો વ્યાપી ગયો છે. જિલ્લા પંચાયતમાં આ વખતે પ્રમુખપદ સામાજીક શૈક્ષણિક પછાત વર્ગની સ્ત્રી ઉમેદવાર માટે અનામત છે. 6 તા. પં.માં પ્રમુખ પદ માટે અનામતનું ચિત્ર { ધરમપુર આદિવાસી જનજાતિ વર્ગ સ્ત્રી { પારડી આદિવાસી જનજાતિ વર્ગ સ્ત્રી { નાનાપોંઢા આદિવાસી જનજાતિ વર્ગ સ્ત્રી { વલસાડ સામાજિક શૈ.પછાત વર્ગ (SEBC ) { કપરાડા આદિવાસી જનજાતિ વર્ગ { ઉમરગામ આદિવાસી જનજાતિ વર્ગ
Read Original Article →