ભાસ્કર એક્સક્લુસિવ:સ્ટેટ અને નેશનલ હાઇવે કનેક્ટિવિટી ધૂંધળી : વલસાડમાં આઠ માસથી 10 કરોડના રસ્તાનું કામ 10 ટકા પણ થયુ નથી

Gujarat6/4/2026, 1:28:36 AM
ભાસ્કર એક્સક્લુસિવ:સ્ટેટ અને નેશનલ હાઇવે કનેક્ટિવિટી ધૂંધળી : વલસાડમાં આઠ માસથી 10 કરોડના રસ્તાનું કામ 10 ટકા પણ થયુ નથી
વલસાડ નગરપાલિકાના મોગરાવાડી,અબ્રામાના નોકરિયાતો,વિદ્યાર્થી ઓ,ગેસ સિલિન્ડરના વાહનો,દૂધ વિક્રેતાના વાહનો અને 35 હજાર લોકોને ઉપયોગી વર્ષોથી સિંગલ અને સાંકડા 4 કિમીના રોડને પહોળો કરવા અને સ્ટોર્મ વોટર ડ્રેઇન કલવર્ટ બોક્ષ અને જોઇન્ટ ગટરોના કામ માટે GUDM દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ સડક હેઠળ 10.50 કરોડની માતબર ગ્રાન્ટ બાદ પણ કામના ઠેકાણાં પડ્યા નથી. વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતાં મોગરાવાડી અને અબ્રામા વિસ્તારને નેશનલ હાઇવેની કનેક્ટિવિટી સાથે ગીરીરાજ હોટલ થઇ એન્કરવાળા રસ્તેથી પારડીસાંઢપોર કૈલાસરોડ ખેરગામ,ગુંદલાવ સ્ટેટ હાઇવે સાથે જોડતો 4 કિમીનો રસ્તો ખુબ સાંકડો,ખાડાયુક્ત હોવાથી હજારો લોકોને યાતના ભોગવવી પડતી હતી. 2 વર્ષ અગાઉ નાણામંત્રી કનુભાઇ દેસાઇના સઘન પ્રયાસો અને ધારાસભ્ય ભરતભાઇ પટેલ દ્વારા સીએમ અને નાણાં મંત્રીને ભલામણ પત્ર દ્વારા થયેલી રજૂઆતોના અંતે ગ્રાન્ટ મંજૂર થઇ હતી. નવેમ્બર 2019માં લાઇનદોરી, દબાણો દૂર કરવાની તમામ પ્રક્રિયા પણ પૂર્ણ થઇ હતી.નેતાઓના સઘન પ્રયાસો છતાં નગરપાલિકાની ઢીલાશ અને નિષ્ક્રિયતાના કારણે આજે માટી મેટલના ઢગલાં સિવાય પ્રગતિ થઇ નથી. 8 માસથી માત્ર હા હવાલા જ ચાલૂ રહ્યા તેમાં ચોમાસું આવી પહોંચ્યું હવે મંગળવારે થયેલા વરસાદમાં પાલિકાની પોલ ખુલી જવા પામી હતી. કાદવ પડી ગયું ખાબોચિયાં ભરાયા હવે જ્યારે ખરેખર ચોમાસું બેસી જશે ત્યારે શું થશે તેવી ભીતિથી નગરજનોમાં ચિંતા ફેલાઇ છે. 2021-22થી આ રોડ બનાવવા ઠરાવ કર્યો પણ હજુ બન્યો નથી આ રોડ બનાવવા માટે તત્કાલિન ભાજપ શાસકોએ ચક્રો ગતિમાન કર્યા હતા. 2021માં પાલિકાના તત્કાલિન વિપક્ષના માજી નેતા ગીરીશ દેસાઇ, મોગરાવાડી અબ્રામાના માજી સભ્યો ઝાકીર પઠાણ,સંજય ચૌહાણ મેનેજેર,વિજય પટેલ, વિગેરેઓનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર પહોંચી નાણામંત્રી કનુભાઇ દેસાઇને રજૂઆતો કરી હતી.2021-22માં ભાજપ શાસકો અ્ને વિપક્ષની પણ રજૂઆતોને ધ્યાને લઇ રોડ અંગે નગરપાલિકાની બોર્ડમાં ઠરાવ થયો હતો. આ રોડ પારડીસાંઢપોરની હદના ગુંદલાવ રોડને લિન્ક કરતો હોય સંરપંચ ભોલા પટેલે ગ્રામજનોને પડતી હાલાકી અંગે રજૂઆતો કરી હતી. આ રૂટ પર કલવર્ટ બોક્ષ, ના‌‌‌ળા સ્ટ્રકચર્સથી સુસજ્જ થનાર છે આ રોડના રૂટ પ્રમાણે અબ્રામા ભંડારવાડ જોઇન્ટ કાકરશેરી ટુ અબ્રામા ઝોન ઓફિસ ગટર અને વાલિયા ફ‌ળિયા, મોગરાવાડીહિન્દી શાળા, પાણીની ટાંકી થઇ ખેરગામ જોઇન્ટ રોડ ,લશ્કરી રોડ વિગેરે વિસ્તારોમાંથી પસાર થતાં આ રોડ માટે રૂ.2.97 કરોડનું પ્રાવધાન હતું.વરસાદી પાણીના નિકાલની ગટર માટે 5.03 કરોડ અને નાયરા પેટ્રોલ પંપ સામે રોડ પર ગટરકલવર્ટ બોક્ષ અને ગીરીરાજ હોટલ સામે રોડ પર કલવર્ટ બોક્ષ બાંધકામ માટે 6.78 લાખ (ટેક્સિસ અલગ)ના પ્લાનિંગ કરાયુ હતું.પણ હજી રોડ કામ પ્રગતિ કરી શક્યું નથી.> ગીરીશ દેસાઇ, એક્સ,સિનીયર,સભ્ય મોન્સુન-2026માં ખુબ રાહત‎ મળશે તેવી આશા ધૂંધળી‎ મોગરાવાડીનો અન્ડરપાસ છાશવારે ચોમાસામાં બંધ થતાં ધરમપુરરોડ રેલવે ઓવરબ્રિજ થઇ ચકરાવો ખાવો પડે છે.બીજી તરફ મોગરાવાડી,અબ્રામા હાઇવેથી કૈલાસ રોડ ખેરગામ સ્ટેટને કનેક્ટ કરતો 4 કિમીનો રસ્તો ખુબ સાંકડો અને ખાડાના કારણે ચોમાસામાં ઉપયોગી થતો નથી,ઉપરાંત ચોમાસામાં છીપવાડ અન્ડરપાસથી ઘણીવાર આવજા થઇ શકતી નથી,પણ જ્યારે આ રોડ માટે 10.50 કરોડ મંજૂર થતાં લોકોમાં આશા હતી કે, મોન્સુન-2026માં કોઇ મુશ્કેલી ન પડે તેવી આશા હજી ધૂંધળી જ રહી છે. > સંજય ચૌહાણ , સ્થાનિક વોર્ડ મેમ્બર
Read Original Article →