મંડે પોઝિટીવ:વાપી સ્ટેશને પૂર્વમાં લીફટનું કામ પૂર્ણથતા રોજના 10 હજાર મુસાફરોને રાહત
મુંબઇથી સુરત વચ્ચે વાપી રેલવે સ્ટેશનને આવકની દ્રષ્ટિએ મોટું છે. સ્ટેશનને તબક્કાવાર વિકસાવવાની કામગીરી ચાલુ છે. જેમાં પૂર્વમાં લીફટની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. પશ્રિમમાં લીફટની કામ અડધું પૂર્ણ થઇ ચુકયું છે. ફુટ ઓવરબ્રિજ, 6 એસ્કેલટરની કામગીરી હાલ ચાલુ છે. આગામી દિવસોમા સ્ટેશન પર દરેક પ્લેટફોર્મ પર લિફ્ટની સુવિધા પણ મુસાફરોને મળશે. હાલ પૂર્વમાં અલગથી વાહન ચાલકો માટે પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી છે. વાપી, દમણ, સેલવાસ સહિતના મુસાફરો સૌથી વધારે અવરજવર માટે વાપી રેલવે સ્ટેશનનો ઉપયોગ કરે છે. થોડા સમય પહેલા ઝેડઆરયુસીસી મેમ્બર જોય કોઠારી અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા પશ્ચિમ રેલવેમાં વાપી સ્ટેશનને વિકસાવવા રજૂઆત કરવામાં આવી હતી. જેના કારણે 10 કરોડના ખર્ચે વાપી રેલવે સ્ટેશનની કાયાપલટનું કામ જારી છે. રેલવે સ્ટેશન પર પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો 12 મીટર ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જો કે કામગીરી મંદગતિએ ચાલી રહી છે. પૂર્વમાં હાલ લીફટની કામગીરી પૂર્ણ થઇ ચુકી છે. પશ્રિમમાં પણ લીફ્ટની કામગીરી અડધી પૂર્ણ થઇ ચુકી છે. 10 કરોડના ખર્ચે વાપી રેલવે સ્ટેશનને વિકસાવાની કામગીરી હાથ ધરાતા મુસાફરોને ફાયદો થશે. કારણ કે આ રેલ્વે સ્ટેશન પર રોજના 10 હજારથી વધુ મુસાફરો અવરજવર કરતા હોય છે. આમ લાંબા સમય બાદ વાપી રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા વધારવા પ્રયાસો શરૂ થયા છે. જેના કારણે આગામી દિવસોમાં રેલવે સ્ટેશન પર વિકાસના કામોની કામગીરી પૂર્ણ થવાથી મુસાફરોને ફાયદો થશે. પૂર્વમાં પાર્કિંગની સુવિધા પણ વધારવામાં આવી છે. લાંબા સમયથી વાપી સ્ટેશન પર વિવિધ સમસ્યા ઉકેલવાની માગ મુસાફરો કરી રહ્યાં હતા. થોડા સમયમાં જ મુસાફરોને લીફટ, એસ્કેલેટર અને ફૂટ ઓવરબ્રિજની સુવિધા મળશે. એસ્કેલેટર અને લીફટના કામ ઝડપથી પૂર્ણ થશે
વાપી રેલવે સ્ટેશન પર વલસાડ જિલ્લાની 5 GIDC અને દાદરા નગર હવેલી તથા દમણની GIDCમાં વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રમિકો આવે છે. જેથી લીફટ, આરઓબી, એસ્કેલેટર સહિતની જરૂરિયાત રહી છે. જે ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં રજૂઆત થઇ રહી છે. વાપી રેલવે સ્ટેશન પર સુવિધા વધારવાથી શ્રમિકો અને કર્મચારીઓને સીધો લાભ થશે. જે માટે વાર વાર પશ્રિમ રેલવેમાં રજૂઆતો કરવામાં આવી રહી છે.
> જોય કોઠારી, ZRUCC મેમ્બર, પશ્ચિમ રેલવે, વાપી
Read Original Article →