મારામારી:સેલવાસમાં ટિકિટબારી નજીક યુવાનો વચ્ચે ખુલ્લેઆમ મારામારી

Gujarat4/10/2026, 12:00:00 AM
મારામારી:સેલવાસમાં ટિકિટબારી નજીક યુવાનો વચ્ચે ખુલ્લેઆમ મારામારી
સેલવાસના નરોલી રોડ પર શહીદચોક સ્થિત રેલવે ટિકિટ કાઉન્ટર પાસે ટિકિટ બુકિંગ બાબતે યુવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે હાથાપાઈના દ્રશ્યો સર્જાયા હતા. વેકેશનની સીઝન હોવાથી ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન તરફ જનારા લોકોની કાઉન્ટર પર લાંબી કતારો જોવા મળે છે. કલાકો સુધી લાઈનમાં ઉભેલા મુસાફરોનો આક્ષેપ છે કે એજન્ટો સીધા અંદર ઘુસી ટિકિટો કઢાવે છે, જેના કારણે અવારનવાર ઘર્ષણ થાય છે. આજે પણ આ બાબતે વિવાદ વકરતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો, જેને પગલે રસ્તા પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, પોલીસના આગમન સાથે જ લડતા યુવાનો પોતપોતાના વાહનો પર સવાર થઈ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મારામારીની ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેણે સ્થાનિક સ્તરે સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
Read Original Article →