ભાસ્કર એક્સક્લુસિવ:પાલિકાઓમાં નાણાંકીય વર્ષ વીતવા છતાં 15 દિ’ સુધી ઓનલાઇન ઠપ્પ
વલસાડ સહિત રાજયની તમામ નગરપાલિકાઓમાં ગત વર્ષના વેરા ભરવાનું રહી ગયેલા બાકીદારોના કામો અટવાઇ જતાં મુશ્કેલીમાં મૂકાયા છે. બાકીદારો બિલ ભરવા આવી રહ્યા છે, પરંતુ 1 એપ્રિલથી ગાંધીનગરથી ઓનલાઇન સિસ્ટમ સ્થિગિત કરી દેવામાં આવી છે. ગાંધીનગરથી સરવર બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે ભરણું કરવા પાલિકામાં ધક્કા ખાવાનો વારો આવ્યો છે. આ સિવાય રેગ્યુલર મિલકત ધારકોને પણ પાલિકાની ટેક્સ કચેરીમાં એડવાન્સ વેરો ભરવા ધક્કા પડ્યાં છે. જિલ્લાની પાંચ પાલિકામાં માર્ચ એન્ડિંગ સુધી વેરા વસુલાતની કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી. પરંતું તેમ છતાં સરેરાશ 30 ટકા મિલકત ધારકો વેરો ભરવામાં નિષ્ક્રિય જણાયા હતા. જો કે, વલસાડ નગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગે 90.83 ટકા વિક્રમી વસુલાતનો રેકોર્ડ નોંધાવી રિકવરી કરવાની મહેનતને સફળતાપૂર્વક સાકાર કરી હતી. જો કે એપ્રિલથી નવા નાણાંકિય વર્ષના પહેલાં જ ગાંધીનગરથી સરવર બંધ કરી દેવામાં આવતાં હાલે વેરા ભરવાની પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી છે. જેના કારણે રેગ્યુલર તથા બાકી રહી ગયેલા મિલકત ધારકો હવે પાલિકામાં એડવાન્સ અને ગત વર્ષના વેરા ભરવા આંટા મારવાનો વારો આવ્યો છે. ઘરવેરા રસીદના અભાવે બધા કામો અટક્યા
જે બાકીદારો ગત વર્ષના બિલ નહિ ભરતા ઘરવેરાની પહોંચની રસીદો ન હોવાથી ધણાંના સરકારી તથા પ્રાથમિક સુવિધાઓ, બેંકલોનના કામો અટવાઇ ગયા છે. જ્યાં મિલકતના વેરાની પહોંચ રજૂ કરવાની હોય તેવા કામો, બેંક લોન માટે જરૂરી હોય છે. વીજ કનેક્શન, પાણી, ડ્રેનેજ જોડાણ માટે પણ ઘર વેરાની રસીદ જરૂરી હોય છે. જે માટે હવે 15 એપ્રિલ સુધી રાહ જોવી પડશે. બિલો ગાંધીનગરથી અપડેટ થયા બાદ ભરણું
અગાઉ પાલિકા જ વેરાના બિલો તૈયાર કરતા હતા. ફિઝિકલ બિલો બનાવી ડોર ટુ ડોર બિલ મિલકત ધારકોને પહોંચાડવા હાઉસ ટેક્સ વિભાગ નાણાંકિય વર્ષના બે માસ પહેલાં જ બિલો છપાવવાની કામગીરી હાથ ધરાતી હતી. બાદમાં તેને વેરાદારો સુધી પહોંચાડવા પાલિકાની અલાયદી ટીમ કામ કરતી હતી. પરંતું હવે વેરાના બિલો કોમ્પ્યુટરાઇઝ્ડ ઓનલાઇન થઇ ગયા છે. જેનું સંચાલન ગાંધીનગરથી થાય છે. સર્વર બંધ થતાં વેરો ભરવા આવતાં બાકીદારોને હવે ધક્કા ખાવાનો વારો, કામો અટવાયા
રાજ્યની તમામ નગરપાલિકામાં દર વર્ષે એડવાન્સ વેરા પ્રક્રિયાની 1 એપ્રિલથી ગણતરી કરવામાંઆવે છે. વેરાનાબિલો ગાંધીનગરથીઓનલાઇન સિસ્ટમના આધારે કરવામાં આવેછે. જો કે 31 માર્ચસુધી ગાંધીનગરથી કોમ્પ્યુટરાઇઝડ બિલોઅપલોડ કરી વેરાદારોને કાઢીઆપવામાં આવતા હતા, જેનું ભરણું નગરપાલિકામાં કેસીધું ઓનલાઇન પણકરી શકાય તેવી સુવિધા પાલિકામાં ઉપલબ્ધ હતી. પરંતુંમાર્ચ એન્ડ બાદ નવા નાણાંકીય વર્ષ માટે 1એપ્રિલથી ઓનલાઇન બિલિંગ અપડેટ પ્રોસેસ થાય છે. જે કામગીરી 15 દિવસસુધી ચાલતી હોય 15 એપ્રિલ બાદ વેરા ભરીશકાશે. > રમણરાઠોડ, ટેક્સસુપ્રિન્ટન્ડન્ટ
Read Original Article →