અકસ્માત:કુંભ ઘાટ પર કન્ટેનરનો બ્રેક ફેલ થતા 4 વાહનોને અડફેટે લેતા એકનું મોત

Gujarat4/8/2026, 12:00:00 AM
અકસ્માત:કુંભ ઘાટ પર કન્ટેનરનો બ્રેક ફેલ થતા 4 વાહનોને અડફેટે લેતા એકનું મોત
ઉત્તર પ્રદેશનો રહેવાસી 42 વર્ષીય બ્રિજેશકુમાર શ્યામસિંહ કન્ટેનર નંબર GJ-18-BT-4177 લઈને કપરાડાથી નાનાપોંઢા તરફ આવી રહ્યો હતો. માંડવા કુંભઘાટ પાસે આવેલા યાદવ ઢાબા નજીક અચાનક કન્ટેનરના બ્રેક ફેલ થતાં તેણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો. કાબૂ ગુમાવતા કન્ટેનરે પહેલા પીકઅપ નંબર MH-14-MT-9551 ને ટક્કર મારી પલટી ખવડાવી હતી. ત્યારબાદ બીજી પીકઅપ MH-14-MH-7846ને અડફેટે લેતા તેમાં ભરેલો માલ વિખેરાઈ ગયો હતો. આ પછી આઈસર ટેમ્પો GJ-23-AW-8562ને પણ પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અંતે આ કન્ટેનર સામેથી આવી રહેલા અન્ય કન્ટેનર GJ-27-TD-7435 સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત વિકરાળ બન્યો હતો. આ અથડામણ એટલી જોરદાર હતી કે, સામેથી આવતા કન્ટેનરના ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્મતમાં ઇજાગ્રસ્ત થયેલા ચાલક બ્રિજેશકુમાર કેબીનમા દબાઈ જતા ક્રેન મંગાવી કેબીન કાપી લોહીલુહાણ હાલતમાં બહાર કાઢી સારવાર માટે 108માં વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ હાઇવે પર થોડા સમય માટે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા, જેના કારણે વાહનવ્યવહાર લાંબા સમય સુધી ખોરવાયો હતો. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે આવી સ્થિતિ કાબુમાં લઈ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
Read Original Article →