વલસાડમાં સ્થાનિક ચૂંટણીને લઇ જાહેરનામું‎:ચૂંટણી પ્રચાર માટે રાત્રીએ લાઉડ સ્પીકર ઉપર પ્રતિબંધ

Gujarat4/10/2026, 12:00:00 AM
રાજકીય પક્ષો, ઉમેદવારો ચુટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરના ઉપયોગ કરે છે. જે ફક્ત નિયત મંચ કે સભા સ્થળ ઉપરાંત ચુંટણી પ્રચાર માટે ફરતા વાહનો ઉપર પણ લગાવી શહેર, મહોલ્લા, ગામો, ગલીઓમાં ફેરવવામાં આવે છે. જેનાથી અવાજનું પ્રદુષણ, ઘોંઘાટના કારણે વિદ્યાર્થીઓ, વૃદ્ધો, અશક્ત અને બીમાર વ્યક્તિઓને ત્રાસરૂપ થાય છે. આગામી સામાન્ય ચૂંટણીમાં લાઉડ સ્પીકરના વ્યાપક ઉપયોગ ઉપર નિયંત્રણો રાખવા જરૂરી હોવાનું જણાવી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગ માટે આદેશો કરાયા છે. જે આદેશોને અનુસરીને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માએ સમગ્ર વલસાડ જિલ્લાના વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષો, ઉમેદવાર કે તેના કાર્યકરો કે સમર્થકોએ, ચુંટણી પ્રચારના કામે યોજાતી સભા અને સરઘસ કે રેલીમાં લાઉડ સ્પીકરનો સવારના 8.00 કલાક પહેલા અને રાત્રિના 10.00 કલાક પછી ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મુક્યો છે. ચૂંટણી દરમિયાન રાજકીયપક્ષો અને ઉમેદવારો દ્વારા જાહેરમાર્ગની બંને તરફ શેરી,નાકા, જાહેર માલિકીના મકાનો ઉપર વિશાળ પોસ્ટરો, બેનરો કે, રાજકીય નેતાના કટઆઉટ ઉભા કરવામાં આવે છે. જેના ઉપર જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ મુક્યો છે. આ આદેશનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી શકાય એમ છે. આ ઉપરાંત ચૂંટણીને લઇને 30 એપ્રિલ સુધી સભા-સરઘસ પણ કાઢી શકાશે નહીં.
Read Original Article →