કરાટે સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન:દમણમાં નેશનલ કરાટે ટુર્ના.માં નવસારીના ખેલાડીઓએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા

Gujarat4/7/2026, 12:00:00 AM
કરાટે સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન:દમણમાં નેશનલ કરાટે ટુર્ના.માં નવસારીના ખેલાડીઓએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા
દમણમાં તાજેતરમાં નુમા ઇન્ડિયા દ્વારા આયોજિત 9મી કેપીએલ (કરાટે પ્રિમિયર લીગ) નેશનલ લેવલ કરાટે ટુર્નામેન્ટ-2026 યોજાઇ હતી. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં નવસારીના શિવાંશ કરાટે ક્લબના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી મેડલોની વણઝાર લગાવી છે અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. માત્ર 6 વર્ષની ઉંમર અને 13.300 કિગ્રા વજન ધરાવતા નવસારીના ઉભરતા ખેલાડી ધ્વનિત આલોક દેસાઈએ પોતાની પ્રતિભાનો પરિચય આપતા કુમીતે (ફાઈટ)માં બ્રોન્ઝ મેડલ અને કાતામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. 13 વર્ષીય ખેલાડી રેયાંશ ઘનશ્યામ શર્માએ ટુર્નામેન્ટમાં શાનદાર રમત બતાવી હતી. તેણે ફાઈટ (કુમીતે)માં ગોલ્ડ મેડલ અને કાતામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત, પ્રથમ વખત રમાયેલી અત્યંત કપરી "ઓપન ચેમ્પિયનશીપ કોમ્પિટીશન' માં પણ રેયાંશે પોતાનો દબદબો જાળવી રાખતા કુમીતેમાં સિલ્વર મેડલ અને કાતામાં બ્રોન્ઝ મેડલ મેળવી બેવડી સફળતા હાંસલ કરી છે. આ તમામ વિજેતા ખેલાડીઓ નવસારી શિવાંશ કરાટે ક્લબના કોચ નરેન્દ્ર કોહલી અને તૌહીદ શેખ પાસે તાલીમ મેળવી રહ્યા છે. ખેલાડીઓની આ સિદ્ધિ બદલ ટૂર્નામેન્ટ પ્રેસિડેન્ટ શીહાન વીર ચૌહાણે અભિનંદન પાઠવ્યા છે. નેશનલ લેવલે આટલું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ નવસારીના કરાટે પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
Read Original Article →