ટ્રાફિક સમસ્યા યથાવત:વલસાડમાં સાંકડા રસ્તાથી વાહનના ટ્રાફિક મુવમેન્ટ માટે અવરોધક બન્યા

Gujarat5/16/2026, 12:00:00 AM
વલસાડ શહેરમાં ટ્રાફિક પ્રશ્ન હલ કરવા રસ્તાઓ પરથી માત્ર કેબિનો લારી ઉંચકવાથી દૂર નહિ થઇ શકે. તેમ છતાં મુખ્ય માર્ગે પર જામેલી ટ્રાફિકને નડતરરૂપ અને અવરોધક કેબિનો, લારીઓના પગલે ટ્રાફિક સમસ્યાના ઇલાજ માટે વિવધ માર્ગો પરથી 60થી વધુ લારી કેબિનો પાલિકાની ટીમે દૂર કરી છે. પાલિકા શાસકો સામે ટ્રાફિકના પ્રશ્નનો કાયમી ઉકેલના અભાવે મોટો પડકાર વર્ષોથી અકબંધ છે. શહેરના 24 કલાક વ્યસ્ત રહેતાં બેચર રોડ, હાલર રોડ, તિથલ રોડ, સિવિલ રોડ જેવા ધોરી નસ સમાન રસ્તાઓ પર છાશવારે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં ટ્રાફિકની સમસ્યા ઓછી થતી નથી. શહેરમાં વાહનોની સંખ્યા વધવા સાથે તાલુકામાંથી વલસાડ આવતાં લોકો બજારમાં ખરીદી, હોસ્પિટલો, સિવિલ કે સરકારી કામકાજો માટે પોતાના વાહનો લઇને શહેરમાં પ્રવેશ કરે છે. આના કારણે મુખ્ય માર્ગો પર સતત ભારણ રહે છે. રસ્તા પર જ વાહનો પાર્ક કરી ખડકી દેવાના પગલે ટ્રાફિક મુવમેન્ટ અવરોધાતાં ટ્રાફિક જામનો પલોકોએ સામનો કરવો પડતાં પડતા લારી કેબીનો દૂર કરી પાલિકાએ સંતોષ માન્યો છે પણ રોડ પહોળા કરવા અને પાર્કિંગ વ્યવસ્થિત કરવા મુદ્દે કોઈ લાંબા ગાળાનું આયોજન નથી. ભૂંસાયેલી લાઇનદોરી પાડતી નથી વલસાડમાં તિથલ રોડ, બેચર રોડ, હાલર રોડ, સિવિલ રોડ પર નગર પાલિકા શાસકો નવી લાઇનદોરી પાડતાં નથી. એક વર્ષમાં લાઇનદારી ભૂંસાઇ જતાં પરિસ્થિતિ યથાવત રહે છે.જેને લઇ કેબિનો,લારીઓ,પથારા મડાઇ જાય છે. લાઇનદોરી દરેક રસ્તા પર જરૂરી છે.વલસાડ પાલિકાએ સ્ટેટ પીડબ્લ્યુડીના માર્ગો પર લાઇનદોરી માટે વપરાતો કલર મગાવી દર છ સાત મહિને વલસાડ શહેરના રસ્તા પર લાઇનદોરી પાડવી જરૂરી છે.
Read Original Article →