શૈક્ષણિક પ્રોત્સાહન:મોબાઇલનો પોઝિટિવ ઉપયોગ ભણતર, નોલેજ અને સ્કિલ ડેવલપમેન્ટ માટે કરો:વલસાડ સાંસદ

Gujarat6/9/2026, 12:00:00 AM
શૈક્ષણિક પ્રોત્સાહન:મોબાઇલનો પોઝિટિવ ઉપયોગ ભણતર, નોલેજ અને સ્કિલ ડેવલપમેન્ટ માટે કરો:વલસાડ સાંસદ
વલસાડમાં જનસેવા સમિતિ દ્વારા રાજપૂત સમાજના હોલમાં ધો.10 અને ધો.12 સાયન્સ, કોમર્સના બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરનાર મુસ્લિમ સમાજ તેજસ્વી તારલાં સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં અતિથિ વિશેષપદે ઉપસ્થિત સાંસદ ધવલભાઇ પટેલનું વિદ્યાર્થીઓએ સ્ટેન્ડિંગ ઓવેશન આપી હાર્દિક સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીઓને સંબોધન કરતાં ઇન્ટરનેટના આ યુગમાં મોબાઇલનો ઉપયોગ માત્ર ભણતર, નોલેજ અને સ્કિલ ડેવલપમેન્ટ માટે કરવા શીખ આપી હતી. તેમણે કહ્યું મોબાઇલનો ઉપયોગ પોઝિટિવ અને નેગેટિવ રીતે થઇ શકે છે. તેના ઉપયોગથી જીવનમાં પોઝિટિવ સકારાત્મક પરિવર્તન આવી શકે તે દિશામાં ઉપયોગ થવો જરૂરી છે તેવું જણાવ્યું હતું. ધવલભાઇએ પોતાનું ઉદાહરણ ટાંકી ગરીબ પરિવારમાંથી આવવા છતાં પિતાએ સંઘર્ષ કરી તેમને ઉચ્ચ શિક્ષણ આપ્યું જેના થકી તેમને વિશ્વના તમામ દેશોમાં કામ કરવાની તક મળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવાનો મોકો મળ્યો 2007માં પીએમ સાથે મુલાકાતનું સદભાગ્ય મળ્યું. આ બધું શિક્ષણના પ્રતાપે સિદ્ધિ મળી જેમાં વધુ એક સફળતામાં વલસાડ ડાંગ સાંસદની ટિકિટ મળી તે આ શિક્ષણ, આધૂનિક ટેક્નોલોજીનો સકારાત્મક ઉપયોગના કારણે સાકાર થઇ શક્યું છે. આ સાથે તેમણે સમાજના તમામ વિદ્યાર્થીઓને વાલીઓને સરકાર દ્વારા લઘુમતિ સમાજ માટેની યોજનાઓ હેઠળ જે પણ મદદની જરૂર પડે, સ્કોલરશીપ વિગેરે, પ્રવેશ બાબતે પણ તકલીફ પડે તો તેમના કાર્યાલય ખાતે વિના સંકોચે આવવા નિમંત્રણ આપતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ હતી. આ પ્રસંગે આગેવાનો ઐયાઝ શેખ, ડો.મુસ્તાક કુરેશી, ડો.પરવેશ શેખ, ડો.સૈયદ શાહાબુલ હક્કએ પ્રાસંગિક પ્રવચન કરી વિદ્યાર્થીઓનું ટ્રોફી અને ગીફ્ટ આપી સન્માન કરાયું હતું. જનસેવા સમિતિની યુવા ટીમે સમારંભને સફળ બનાવવા તનતોડ મહેનત કરી હતી.
Read Original Article →