નવતર પ્રયોગ:‘ચોમાસાની ઋતુમાં ખજૂરના ઠળિયા કચરામાં નાખવાને બદલે વાવીને ગ્રીન ગુજરાત બનાવીએ’
સમગ્ર વિશ્વ આજે ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની ભયાનક અસરો ભોગવી રહ્યું છે. દર વર્ષે ઉનાળામાં તાપમાનનો પારો નવા રેકોર્ડ સર્જી રહ્યો છે.જેના કારણે જળસ્તર નીચા જઈ રહ્યા છે અને પર્યાવરણીય સંતુલન જોખમાયું છે. આ ગંભીર પરિસ્થિતિમાં માત્ર ચિંતા કરવાને બદલે પ્રકૃતિના જતન માટે વલસાડના પારનેરાના જાણીતા શિક્ષણવિદ્ અને પર્યાવરણ પ્રેમી, સાયન્સ કોલેજ મોડાસાના પ્રો.ડૉ. મનોજ ગોંગીવાલાએ એક અત્યંત વૈજ્ઞાનિક, સરળ અને શૂન્ય ખર્ચાળ નવતર પ્રયોગ રજૂ કર્યો છે. એરેબિયન ખજૂરના ઠળિયામાંથી હરિયાળી.આ પ્રયોગના માધ્યમથી તેમણે માનવ સ્વાસ્થ્યની સુખાકારી અને ધરતીની હરિયાળીબંનેને એકસાથે સાંકળીને આ ચોમાસામાં રાજ્યની શાળાઓ ના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને પ્રજા નાગરિકોને આહવાન કર્યું છે.ડૉ.ગોંગીવાલાએ જણાવ્યું હતું કે એરેબિયન ખજૂર એ કુદરત તરફથી માનવજાતને મળેલી અદ્ભુત ભેટ છે. રોજ માત્ર 2 થી 3 ખજૂર ખાવાથી શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટ થાય છે ખજૂરમાં ગ્લુકોઝ,સુક્રોઝ અને ફ્રુક્ટોઝ જેવી કુદરતી શર્કરા હોવાથી તે શરીરમાં તરત જ ઉર્જાનો મળે છે.સામાન્ય રીતે આપણે ખજૂર ખાઈને તેના ઠળિયાને કચરાપેટીમાં ફેંકી દઈએ છીએ. એરેબિયન ખજૂર એ રણપ્રદેશનું વનસ્પતિ હોવાથી તે અત્યંત વિષમ અને સૂકા હવામાનમાં, તેમજ ઓછી ફળદ્રુપ જમીનમાં પણ સરળતાથી જીવી શકે છે. આ છોડને મોટા કરવા માટે પુષ્કળ પાણી કે કોઈ ખાસ ખાતરની જરૂર પડતી નથી. તે ચોમાસાના કુદરતી વરસાદથી જ અંકુરિત થઈ જાય છે. માત્ર 3 વર્ષના ટૂંકા ગાળામાં આ છોડ વૃક્ષનું સ્વરૂપ ધારણ કરવા લાગે છે અને આસપાસના વાતાવરણને ઘટાદાર લીલોતરી પૂરી પાડે છે. ઘરમાં વપરતા ખજૂરના ઠળિયાને ફેંકવાને બદલે આ ચોમાસા દરમિયાન, તમારા ઘરની આસપાસની ખુલ્લી જગ્યા, સોસાયટીના પ્લોટ, રસ્તાની બંને બાજુ, ખેતરના શેઢે, સીમમાં કે ગામની પડતર કે ગૌચરની જમીનમાં જ્યાં થોડી ભેજવાળી માટી હોય ત્યાં આ ઠળિયાને 2 થી 3 ઇંચ ઊંડા રોપી દો. ખ્યાલ આવે માટે થોડા ઝાંખરા રાખો.રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ અને શિક્ષકો પોતાના શાળાના વિદ્યાર્થીઓ રોપવા પ્રોત્સાહન આપો. બાળકોમાં બાળપણથી જ એક ઠળિયો રોપીને તેને ઉછેરવાની જવાબદારી સોંપવામાં આવે તો તેમનામાં પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા વધશે. એક ઠળિયો, એક છોડ – ગ્લોબલ વૉર્મિંગ સામે અનોખી હોડ.જ્યારે સંસ્થા કે શૈક્ષણિક પ્રવાસ જાવ ત્યારે સાથે પણ સ્વાદ માણેલા ખજૂર ના ઠળિયા નું સમર્પણ કરી દેવાથી પણ કુદરતી રીતે ઊગી જવાની શક્યતા ખૂબ વધારે રહેલી છે.આપણે સૌ સાથે મળીને ઠળિયાનું વાવેતર કરીને આપણી ધરતી માતાને ફરીથી હરિયાળી અને રળિયામણી બનાવીએ.
Read Original Article →