અદ્યતન 'માતૃત્વ અને લેબર ડિલિવરી કોમ્પ્લેક્ષ'નું લોકાર્પણ:કસ્તુરબા હોસ્પિટલનું નવું સંકુલ પ્રસૂતા બાળકો માટે સંજીવની સમાન

Gujarat4/6/2026, 12:00:00 AM
અદ્યતન 'માતૃત્વ અને લેબર ડિલિવરી કોમ્પ્લેક્ષ'નું લોકાર્પણ:કસ્તુરબા હોસ્પિટલનું નવું સંકુલ પ્રસૂતા બાળકો માટે સંજીવની સમાન
વર્તમાન સમયમાં મેડિકલ સેવાની માગ વધતી જઇ રહી છે. જેના કારણે રાજ્ય સરકાર પણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માધ્યમથી દર્દીઓને સુરક્ષિત સારવારના તમામ લાભો મળે તે માટે પ્રયત્નશીલ છે. હવે પ્રસૂતાની સારવાર માટે લેબલ ડિલિવરીનો કન્સેપ્ટ પર કામ થઇ રહ્યું છે. આ સંજોગો વચ્ચે વલસાડમાં 80 વર્ષથી ધર્માદાના સંવેદનીય અભિગમ સાથે શ્રીકસ્તુરબા વૈદ્યકીય રાહત મંડળ દ્વારા દર્દીઓ માટે કાર્યરત કસ્તુરબા હોસ્પિટલનું આધૂનિક સારવારના હેતુ સાથે સફળ સંચાલન થઇ રહ્યું છે. હવે આ સંસ્થા હોસ્પિટલ આર્થિક નબળાથી લઇ તમામ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદ અને સંજીવની બની રહી છે ત્યારે ટ્રસ્ટી મંડળે અનેક ધર્માદા લાગણી ધરાવતા દાતાઓના સહયોગથી અત્યંત આધૂનિક સુવિધા સાથે સારવારના આયામ શરૂ કર્યા છે. તેના કારણે આરોગ્ય ક્ષત્રે કસ્તુરબા હોસ્પિટલ દર્દીની સારવારમાં અવ્વલ સ્થાને પહોંચી શકી છે. હવે ટ્રસ્ટી મંડળે પ્રસૂતા અને બાળકની સંપુર્ણ સુરક્ષાના અભિગમને પ્રાધાન્ય આપ્યું છે. માતા અને નવજાત શિશુઓને વધુ સુરક્ષિત, આધુનિક અને ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ કરાવવા માટે વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં અદ્યતન માતૃત્વ અને લેબર ડિલિવરી કોમ્પ્લેક્ષનું નિર્માણ કરાયું છે. ટ્રસ્ટી મંડળ દ્વારા તેનું સેવાભાવી મહિલાઓના સથવારે લોકોર્પણ કરાયું છે. આઝાદી પૂર્વેથી ‎હોસ્પિટલ કાર્યરત આઝાદી મળી તે અગાઉ વર્ષ ‎1944માં માત્ર 6 બેડની મેટરનિટી‎ હોમ તરીકે શરૂઆત કરનાર શ્રી‎કસ્તુરબા વૈદ્યકીય રાહત મંડળ‎સંસ્થા આજે મલ્ટી સ્પેશિયાલિટી‎ હોસ્પિટલ તરીકે વિકસી છે. સુરક્ષિત‎માતૃત્વ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે‎ હોસ્પિટલ સતત આધુનિક તકનિક‎અપનાવી રહી છે. સંશોધન સાથે‎નવી લેબર–ડિલિવરી–રીકવરી‎(LDR) સુવિધા હેલ્થકેર માપ‎દંડોને અનુરૂપ છે. > કિરણ‎દેસાઇ, પ્રમુખ‎‎
Read Original Article →