મેડિકલો બંધ રહેતા દર્દીઓ દવાઓ‎માટે ભટક્યા:વલસાડ જિલ્લામાં પણ કેમિસ્ટ એસો. બંધમાં જોડાતા આરોગ્ય સેવાને અસર થઈ

Gujarat5/21/2026, 12:00:00 AM
મેડિકલો બંધ રહેતા દર્દીઓ દવાઓ‎માટે ભટક્યા:વલસાડ જિલ્લામાં પણ કેમિસ્ટ એસો. બંધમાં જોડાતા આરોગ્ય સેવાને અસર થઈ
વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં આજે મેડિકલ સ્ટોર્સના શટર બંધ જોવા મળ્યા હતા. ઓનલાઈન દવાઓના વધતા વેચાણ, નકલી દવાઓના વ્યાપ અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડીના વિરોધમાં કેમિસ્ટ એસોસિએશન દ્વારા એક દિવસીય હડતાળ પાડવામાં આવી હતી. ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ (AIOCD) તથા ગુજરાત ફેડરેશનના આહવાન પર વલસાડ જિલ્લાના રિટેલ અને હોલસેલ મેડિકલ વેપારીઓએ પણ બંધને સમર્થન આપ્યું હતું. સવારે શહેરના મુખ્ય વિસ્તારોમાં આવેલી મેડિકલ દુકાનો બંધ રહેતા દર્દીઓ અને તેમના સગાઓને દવાઓ માટે ભટકવું પડ્યું હતું. કેટલીક જગ્યાએ લોકો એક પછી એક મેડિકલ સ્ટોરના ચક્કર લગાવતા જોવા મળ્યા હતા. જોકે ઇમરજન્સી સેવાઓને અસર ન થાય તે માટે કેટલીક જગ્યાએ જરૂરી દવાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ રાખવામાં આવી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. કેમિસ્ટ એસોસિએશનના આગેવાનોનું કહેવું છે કે ઓનલાઈન ફાર્મસીના વધતા પ્રભાવને કારણે બજારમાં ડુપ્લિકેટ અને નકલી દવાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને ડિસ્કાઉન્ટના લાલચમાં લોકો અજાણતા ખોટી અથવા નીચી ગુણવત્તાની દવાઓ ખરીદી લે છે, જેના ગંભીર પરિણામો દર્દીઓના આરોગ્ય પર પડી શકે છે. દર્દીઓને શું હાલાકી પડી? • અનેક મેડિકલ સ્ટોર્સ બંધ મળ્યા • જરૂરી દવાઓ માટે એકથી વધુ દુકાનો પર જવું પડ્યું • વૃદ્ધ અને દર્દીઓ વધુ પરેશાન બન્યા • ઇમરજન્સી દવાઓ મેળવવામાં મુશ્કેલી પડી
Read Original Article →