ભાસ્કર વિશ્લેષણ:વલસાડમાં પ્રથમ કમોસમી વરસાદ કેરી પાક માટે ઘાતક

Gujarat4/10/2026, 12:00:00 AM
ભાસ્કર વિશ્લેષણ:વલસાડમાં પ્રથમ કમોસમી વરસાદ કેરી પાક માટે ઘાતક
વલસાડ જિલ્લાના ખેડૂતોના વાર્ષિક આવકનો મુખ્ય સ્ત્રોત ગણાતા કેરી, ચીકુ, શેરડી અને ડાંગરના પાકને સાચવવો ખેડૂતો માટે ઘાતક થઇ રહ્યું છે. હાલમાં ગ્લોબલ વોર્મિંગના કારણે વારંવાર બદલાતું હવામાન ખેત ઉત્પાદન લેતાં ખેડૂતોનું બ્લડ પ્રેશર વધારી રહ્યું છે. વલસાડ જિલ્લામાં 38 હજારથી વધુ હેકટરમાં કેરીનો પાક આંબાવાડીમાં હતો. બે માસ અગાઉ વાતાવરણની પ્રતિકૂળ અસરના કારણે 65 ટકા મોરવા કાળા પડી ગયા હતા. ગત રાત્રિએ હવામાન બદલાતાં તેજ ઠંડા પવન સાથે આકાશમાં વાદળો છવાઇ ગયા બાદ હળવો કમોસમી વરસાદ શરૂ થઇ ગયો હતો. વલસાડના ચણવઇ, રબડા, બીનવાડા, ઓઝર , પારનેરાપારડી, પારનેરા ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદના છાંટણા ઝાપટા થયા હતા. જો કે દિવસે કાળઝાળ ગરમીના કારણે ત્રસ્ત લોકોને જો કે ઠંડક મળતાં રાહત અનુભવાઇ હતી પરંતું કેરીના પાક લેતા ખેડૂતોની ઉંઘ બગડી હતી. હજી 1 માસ પાકની પરિપક્વતા સાથેની સિઝન માટે બાકી છે ત્યારે વાતાવરણ પર ખેડૂતોના પાકનું ભાવિ નિર્ભૅર રહેશે તેવું જાણવા મળ્યું છે. આ વર્ષે પ્રથમ ફાલ નિષ્ફળ હતું જિલ્લામાં કેરીના પાક માટે સૂર્ય પ્રકાશ, ઠંડી ગરમીનું સંયોજિત અનુકૂળ હવામાન અનિવાર્ય બને છે. શરૂઆતમાં તીવ્ર ગરમી અને અને કાતિલ ઠંડીના વાતાવરણથી આંબાવાડીઓમાં 60 ટકા મોરવા કાળા પડી ગયા હતા. જેના કારણે પ્રથમ ફાલમાં નિષ્ફળતા મળી હતી. બીજા ફાલમાં ફ્લાવરિંગ ઓછું થયું અને પહેલા બચી ગયેલા પાકને હવે કમોસમી વરસાદથી બચાવવો પડે તેની ચિંતા છે. સવાથી દોઢ માસ સિઝનને બાકી છે ત્યારે વાતાવરણ સારુ રહે તે અનિવાર્ય છે. > મહેશ પટેલ, ખેડૂત પાકને બચાવવા કિટનાશક દવાનો બોજ‎ વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જે કમોસમી વરસાદ પડ્યો છે તેનાથી મોટું જોખમ નથી પણ વાડીઓમાં તૈયાર થઇ રહેલા પાક પર વરસાદ પડતાં ખેડૂતો કોઇ જોખમ ખેડવા તૈયાર નથી. જંતુનાશક દવાના ખર્ચા કરવા પડે તો પણ કોઇ ચિંતાના બદલે દવાનો વપરાશ કરવા આર્થિક વધારાનો બોજ પડ્યો છે. વાતાવરણ સ્વચ્છ થતાં પાક સુરક્ષિત‎ ‎વલસાડ જિલ્લામાં કેરીના‎‎પાકનો વિકાસ થઇ રહ્યો છે‎‎ અને આગામી મેના બીજા‎‎સપ્તાહ સુધીમાં પાક‎પુખ્તપણે તૈયાર થઇ જશે. દરમિયાન રાત્રિથી મળસ્કે દરમિયાન હવામાન‎ બદલાતાં કમોસમી વરસાદ કેટલાક ગામોમાં પડયો હોવાની જાણકારી થઇ‎ હતી. જો કે આંબાવાડીઓમાં ફળ મોટુ થઇ ગયું હોવાના કારણે મોટી અસર‎નહિ પડે. દરમિયાન ગુરૂવારે સવારે સૂર્યોદય સુધીમાં વાતાવરણ સ્વચ્છ થઇ‎ જતાં સૂર્ય પ્રકાશને લઇ કેરીનો પાક સુરક્ષિત છે.‎
Read Original Article →