કામગીરી:ઠગાઇમાં દાનહ સાયબર સેલની 2.42 કરોડની રિકવરી

Gujarat4/8/2026, 12:00:00 AM
દાદરા નગર હવેલી પોલીસના સાયબર સેલે છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર કામગીરી કરતા વિવિધ સાયબર ફ્રોડના કેસમાં કુલ રૂ. 2.42 કરોડની રકમ રિકવર કરી છે. સાયબર સેલની ટીમે મળેલી ફરિયાદો પર ત્વરિત ટેકનિકલ વિશ્લેષણ કરી, બેંકો અને નાણાકીય સંસ્થાઓ સાથે સંકલન સાધ્યું હતું. નિર્ણાયક તબક્કે લાભાર્થીઓના ખાતા ફ્રીઝ કરીને ટ્રાન્ઝેક્શન અટકાવવામાં આવ્યા અને મહત્તમ વસૂલાત કરવામાં સફળતા મળી હતી. વસૂલ કરાયેલી આ રકમ મૂળ ફરિયાદીને પરત કરવામાં આવતા તેઓને મોટી આર્થિક રાહત મળી છે. દાનહ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સાયબર ગુનાના કિસ્સામાં વિલંબ કર્યા વિના તાત્કાલિક જાણ કરવી, જેથી સમયસર કાર્યવાહી કરી શકાય. જનતાને સાવચેત રહેવા સલાહ અપાઈ છે કે અજાણી લિંક કે શંકાસ્પદ ફાઈલો ડાઉનલોડ કરવી નહીં.
Read Original Article →