PM મોદી આજે દમણની મુલાકાતે:રૂ. 3000 કરોડના 53 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે, નમો એરપોર્ટ-હોસ્પિટલ સહિતના પ્રોજેક્ટ્સથી દમણનો વિકાસ થશે

Gujarat6/5/2026, 9:18:20 AM
PM મોદી આજે દમણની મુલાકાતે:રૂ. 3000 કરોડના 53 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે, નમો એરપોર્ટ-હોસ્પિટલ સહિતના પ્રોજેક્ટ્સથી દમણનો વિકાસ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંઘપ્રદેશ દમણની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ રૂ. 3000 કરોડથી વધુના 53 વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રોજેક્ટ્સમાં નમો ડોમેસ્ટિક એરપોર્ટ અને નમો હોસ્પિટલનો સમાવેશ થાય છે. કુલ 38 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે 15 નવી પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય દમણમાં આધુનિક સુવિધાઓ પૂરી પાડીને સર્વાંગી વિકાસ કરવાનો છે. આજે લોકાર્પણ થશે તેવા મુખ્ય પ્રોજેક્ટ્સમાં નમો ડોમેસ્ટિક એરપોર્ટ, આધુનિક નમો હોસ્પિટલ, નવી સેક્રેટરીએટ ઓફિસ અને સુવિધાસભર સરકારી શાળાઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ સ્થાનિકોને ઉત્તમ સ્વાસ્થ્ય અને શિક્ષણ સુવિધાઓ પૂરી પાડશે. નવા નમો ડોમેસ્ટિક એરપોર્ટથી દમણ હવે દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને સુરત જેવા મુખ્ય શહેરો સાથે હવાઈ માર્ગે સીધું જોડાઈ જશે. આ કનેક્ટિવિટીથી દમણના ઉદ્યોગો અને વ્યાપારને વેગ મળશે. એરપોર્ટની સુવિધાને કારણે દમણનું પર્યટન ક્ષેત્ર બમણું થવાની અપેક્ષા છે. અત્યાર સુધી દમણનું પ્રવાસન દક્ષિણ ગુજરાત પૂરતું મર્યાદિત હતું, પરંતુ હવે દેશભરમાંથી પ્રવાસીઓ સરળતાથી અહીં આવી શકશે. નવી બનેલી નાઇટ માર્કેટ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. દમણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેશ અગરિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ દમણમાં ઐતિહાસિક વિકાસ થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીને સાંભળવા માટે દમણ અને આજુબાજુના ગુજરાતના વિસ્તારોમાંથી 1 લાખથી વધુ લોકો સભાસ્થળે ઉપસ્થિત રહેશે. ભાજપના કાર્યકરો દ્વારા લોકોને સભામાં આવવા માટે 'ઘર-ઘર જઈને' આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Read Original Article →