દમણ કોસ્ટલ હાઈવે પર ભયાનક અકસ્માત:ઉભેલી ટ્રક પાછળ ઈકો ઘૂસી, ચાલકનું ઘટનાસ્થળે મોત, કારનો બુકડો બોલી ગયો

Gujarat5/23/2026, 3:07:17 PM
દમણ કોસ્ટલ હાઈવે પર ભયાનક અકસ્માત:ઉભેલી ટ્રક પાછળ ઈકો ઘૂસી, ચાલકનું ઘટનાસ્થળે મોત, કારનો બુકડો બોલી ગયો
સંઘપ્રદેશ દમણના દૂણેઠા કોસ્ટલ હાઈવે પર શનિવારે મોડી રાત્રે એક કમકમાટીભરી અકસ્માતની ઘટના સામે આવી છે. રસ્તા પર ઊભેલી એક ટ્રકની પાછળ ઈકો કાર ધડાકાભેર ઘૂસી જતાં કાર ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. મધ્યરાત્રિએ સર્જાયો અકસ્માત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના શુક્રવારે મોડી રાત્રે અંદાજે 2:00થી 3:00 વાગ્યાના સમયગાળામાં દૂણેઠા કોસ્ટલ હાઈવે પર આવેલા માનસી પેટ્રોલ પંપ પાસે બની હતી. હાઈવે પર ચાલી રહેલા કામના કારણે રસ્તા પર RJ-GC-4657 નંબરની એક ટ્રક ઊભી રાખવામાં આવી હતી. આ દરમિયાન નાની દમણથી પાતલિયા તરફ જઈ રહેલી GJ-15-CD-2445 નંબરની ઈકો કાર પૂરપાટ ઝડપે ત્યાંથી પસાર થઈ હતી. રાત્રિના અંધારા અને અતિશય ગતિના કારણે કાર ચાલક સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતાં કાર સીધી જ ઊભેલી ટ્રકની પાછળના ભાગે અથડાઈ હતી. કેબિનનો ભુક્કો બોલી ગયો, ચાલક ફસાયો આ અથડામણ એટલી જોરદાર હતી કે ઈકો કારના એન્જિનનો ભાગ કચડાઈને છેક ચાલકની સીટ સુધી આવી ગયો હતો. અકસ્માતને પગલે કાર ચાલક અરવિંદકુમાર બબુ યાદવ (ઉંમર 30 વર્ષ, હાલ રહેવાસી: ડોરી કડૈયા, મૂળ રહેવાસી: ભાવપુર, ઉત્તર પ્રદેશ) કેબિનમાં જ ગંભીર રીતે ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોની મદદ અને પોલીસ કાર્યવાહી અકસ્માતનો પ્રચંડ અવાજ સાંભળીને નજીકમાં કામ કરી રહેલા શ્રમિકો અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ કારના પતરાં તોડીને ચાલકને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. દમણ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read Original Article →