દહાણુંબંધના એલાનને સજ્જડ પ્રતિસાદ:વેપારીઓએ સ્વયંભૂ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો; મહિલા તસ્કરી નેટવર્કની તપાસની માંગ ઊઠી
ગુજરાતના છેવાડાના વલસાડ જિલ્લા અને તેને અડીને આવેલા મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોની પાંચ જેટલી હિન્દુ અને જૈન સમાજની દીકરીઓને કથિત રીતે પ્રેમજાળમાં ફસાવી, તેમનું ધર્માંતરણ કરાવીને વિદેશ ભગાડી જવાના ત્રણથી વધુ કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. ત્યાર બાદ ઉમરગામ નજીક આવેલા મહારાષ્ટ્રના બોરડી, પાલઘર અને દહાણું વિસ્તારમાં લવ જેહાદની આડમાં આંતરરાષ્ટ્રીય મહિલા તસ્કરી (વુમન ટ્રાફિકિંગ)નું મોટું નેટવર્ક સક્રિય હોવાનો પણ પર્દાફાશ થયો હતો. જેના પગલે દીકરીઓની સુરક્ષા સામે ઉઠેલા સવાલોને લઈને હિન્દુ સંગઠનો દ્વારા આજે મહારાષ્ટ્રના દહાણું વિસ્તારમાં 'બંધ'નું એલાન આપવામાં આવ્યું હતું જેને સજ્જડ પ્રતિસાદ મળ્યો હતો હિંદુ યુવતીઓનું ધર્માંતરણ કરાવીને વિદેશ ભગાડી જવાના ત્રણથી વધુ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ ઘટનાઓને પગલે સ્થાનિક હિન્દુ સમાજમાં રોષ જોવા મળ્યો છે. આ કોઈ સામાન્ય પ્રેમ પ્રકરણ નહીં, પરંતુ યુવતીઓને વિદેશ સપ્લાય કરવાનું આંતરરાષ્ટ્રીય રેકેટ હોવાની આશંકા સેવાઈ રહી છે.
આ ગંભીર કૃત્ય અને દીકરીઓની સુરક્ષા સામે ઉઠેલા સવાલોને લઈને હિન્દુ સંગઠનો દ્વારા આજે મહારાષ્ટ્રના દહાણું વિસ્તારમાં 'બંધ'નું એલાન આપવામાં આવ્યું હતું. સવારથી જ વેપારીઓએ સ્વયંભૂ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. જેને પગલે હંમેશાં ગ્રાહકોથી ધમધમતી મુખ્ય બજારોમાં સન્નાટો છવાઈ ગયો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
સોશિયલ મીડિયા પર ફેક આઈડીથી શિકાર કરવાનો આક્ષેપ
આવી ઘટનાઓ આવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સ્થાનિક સંગઠનોએ આક્રમક વલણ અખત્યાર કર્યું છે. સંગઠનોના હોદ્દેદારો પિયુષ શાહ અને અંકિત શાહે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, સરહદી વિસ્તારોમાં સોશિયલ મીડિયા પર ખોટી ઓળખ અને ફેક પ્રોફાઈલ બનાવીને હિન્દુ યુવતીઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા દ્વારા પ્રારંભિક મિત્રતા કેળવ્યા બાદ યુવતીઓને પ્રેમની જાળમાં ફસાવવામાં આવે છે અને ત્યાર પછી દબાણપૂર્વક ધર્માંતરણ કરાવી નિકાહ પઢાવવામાં આવે છે. આવા કિસ્સાઓ છેલ્લા કેટલાક સમયથી ચિંતાજનક રીતે વધ્યા હોવાનો દાવો પણ કરાયો છે. મહારાષ્ટ્રમાં પણ ગુજરાત જેવો જ એન્ટી-કન્વર્ઝન કાયદો લાવવા માંગ
આ પરિસ્થિતિને જોતા આંદોલનકારીઓએ હવે મહારાષ્ટ્ર સરકાર સામે પણ મોરચો માંડ્યો છે. હિન્દુ સંગઠનોની માંગ છે કે કાયદાકીય છટકબારીઓ રોકવા માટે મહારાષ્ટ્રમાં પણ ગુજરાતની તર્જ પર ધર્માંતરણ વિરોધી કડક કાયદો તાત્કાલિક અસરથી લાવવામાં આવે. આ સાથે જ સંગઠનોએ વાલીઓને પણ અપીલ કરી છે કે તેઓ પોતાના સંતાનોના મિત્રવર્તુળ અને તેમની ઓનલાઈન ડિજિટલ પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખે અને સતર્ક રહે. જિલ્લા પોલીસવડા ને એક આવેદનપત્ર પાઠવ્યું
વલસાડ જિલ્લાના હિન્દુ સંગઠનના આગેવાનો અને અગ્રણીઓએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી જિલ્લા પોલીસવડા ને એક આવેદનપત્ર પાઠવ્યું છે. સંગઠનોએ ઉગ્ર માંગ કરી છે કે આ માત્ર સ્થાનિક ગુનો નથી, પરંતુ સ્ત્રીઓની તસ્કરીનું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે. આ નેટવર્કનાં મૂળ ક્યાં સુધી જોડાયેલાં છે તેની તપાસ માટે ઉચ્ચસ્તરીય (હાઈ-લેવલ) તપાસ સમિતિની રચના કરવામાં આવે અને દોષિતો સામે કડક કાયદાકીય પગલાં ભરી દીકરીઓને ન્યાય અપાવવામાં આવે.
Read Original Article →