શિખરે પહોંચવા સંકલ્પ:હાડ ધ્રુજાવતી ઠંડી,દૈનિક 7-7 કલાક બરફ ઉપર ટ્રેકિંગ, ઓક્સિજન ઓછું છતાં હિંમત નહિ હાર્યા

Gujarat5/26/2026, 12:00:00 AM
શિખરે પહોંચવા સંકલ્પ:હાડ ધ્રુજાવતી ઠંડી,દૈનિક 7-7 કલાક બરફ ઉપર ટ્રેકિંગ, ઓક્સિજન ઓછું છતાં હિંમત નહિ હાર્યા
હસીન શેખ વલસાડના રહેવાસી તથા છેલ્લા 19 વર્ષથી પ્રકૃતિ શિક્ષણ અને સાહસિક પ્રવૃત્તિઓમાં સતત કાર્યરત નેચર ક્લબ વલસાડની ટીમે દઢ સંકલ્પ સાથે અત્યંત જટિલ અને બર્ફીલી ભયજનક તિક્ષ્ણ પહાડીઓ ધરાવતાં હિમાચલ પ્રદેશની 14,100 ફુટની ઊંચાઇએ આવેલા દુર્ગમ ભિગ્રુ લેક શિખર સર કરી હજારો યુવાનોને પ્રેરણા પૂરી પાડી છે. વલસાડ નેચર ક્લબની ટીમે વિષમ પરિસ્થિતિ ધરાવતા શિખરે પહોંચી રાષ્ટ્રધ્વજ લહેરાવી અદભૂત સફળતા મેળ‌વી છે.વલસાડ નેચર ક્લબના પ્રમુખ પ્રિતેશ પટેલની આગેવાની હેઠળ કુલ 08 સભ્યોની ટીમ વલસાડથી શિખરાહોણના મક્કમ ઇરાદા સાથે નિકળી હતી. તેઓ હિમાચલ પ્રદેશ ખાતે આવેલ 14,100 ફૂટ ઊંચાઈ ધરાવતા ભ્રિગુ લેક ઉપર ચઢવા માટે તમામ તૈયારી સાથે પહોંચ્યા હતા.જ્યાંથી આરોહણ શરૂ કર્યું ત્યાંથી સિધ્ધિને પ્રાપ્ત કરવાના આત્મવિશ્વાસ સાથે ટીમ રવાના થઇ હતી.14 મે 2026ના રોજ ભિગ્રુ લેક શિખરે પહોંચવામાં પ્રિતેશ પટેલની આગેવાનીમાં ટીમને સફળતા મળી હતી. નેચર કલબની ટીમ ભારે આનંદોલ્લાસ વચ્ચે રાષ્ટ્રધ્વજ ફરકાવી ગૌરવની લાગણી અનુભવી હતી. આ સાથે શિખર પર નેચર ક્લબનો ધ્વજ પણ લહેરાવી વલસાડનું નામ રોશન કર્યું હતું. આટલી મોટી ઉંચાઇએ પહોંચી પ્રાપ્ત કરેલા સફળ આરોહણમાં પ્રમુખ પ્રિતેશ પટેલે પોતાની ટીમને ખુબ પ્રોત્સાહન પૂરું પાડી આત્મવિશ્વાસ જગાવ્યો જે સફળ થયો. ઠંડા પવનો,જોખમી વળાંકો,બર્ફીલું વાતાવરણ પડકારજનક બન્યું હતું.વિષમ હવામાન, અત્યંત ઓછી પ્રાણવાયુની માત્રા અને સતત સાત કલાક સુધી બરફ પર ચાલવાની કઠિન પરિસ્થિતિ હોવા છતાં ટીમે હિંમત અને સંકલ્પ સાથે અભિયાન પૂર્ણ કરવામાં આવ્યું હતું. 7 થી લઈ 47 વર્ષ સુધીના લોકો જોડાયા આ અભિયાનનું આયોજન ટ્રેક એન્ડ રાઇડ ઇન્ડિયા તથા નેચર ક્લબ વલસાડ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. જેમાં 7 વર્ષથી લઈને 47 વર્ષ સુધીના યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો.અભિયાન દરમિયાન સૌથી નાની વયના 7 વર્ષીય બાળક માધવ પટેલે હિમાલયની પીર પંજાલ શ્રેણીમાં સાગા ડુગ અને ગુલાબા વિસ્તારમાં અંદાજે 10500 ફૂટ સુધી પગપાળા ટ્રેકિંગ કરીને ત્રણ રાત્રિ રોકાણ કર્યું હતું. માઇનસ 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને શીતલહેર વચ્ચે તેની હિંમત અને સહનશક્તિએ અન્ય સભ્યોને પણ પ્રેરણા આપી હતી.> પ્રિતેશ પટેલ, નેચર ક્લબ
Read Original Article →