ભવ્ય વર્માની અમદાવાદ ખાતે બદલી:વલસાડ કલેકટરની બદલી, નીતિન સાંગવાન મૂકાયા

Gujarat5/14/2026, 12:00:00 AM
ભવ્ય વર્માની અમદાવાદ ખાતે બદલી:વલસાડ કલેકટરની બદલી, નીતિન સાંગવાન મૂકાયા
વલસાડમાં ભવ્ય વર્માની 9 એપ્રિલ 2024ના રોજ વલસાડ કલેકટર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. જો કે 72 જેટલા સનદી અધિકારીઓની બદલીના ઓર્ડરમાં ગાંધીનગર ડાયરેકટર ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેઇનિંગ ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહેલા નિતીન સાંગવાનને વલસાડના કલેકટર તરીકે નિયુક્ત કરાયા છે. મૂળ હરિયાણા સ્ટેટના ચારકીદાદરીના આઇએએસ અધિકારી સાંગવાન 2016ની બેચના છે. તેઓ BE સાથે MBAની ડીગ્રી ધરાવે છે. કલેકટર ભવ્ય વર્માએ હાલમાં જ તિથલ બીચને રોશનીથી ઝળકવવા અને તેના વધુ વિકાસ માટે ખાસ રસ લીધો હતો, પરંતું હવે નવા કલેકટર નિયુક્ત થયા છે ત્યારે તેમના પર વલસાડના લોકો અપેક્ષા રાખી રહ્યા છે. વાપી મનપાના નવા‎ કમિશનર ચૌધરી‎ વાપી મનપામા કમિશનરની જુનાગઢ કલેકટર તરીકે બદલી થઇ છે.તેમની જગ્યાએ ઉત્તર ગુજરાત વીજ કંપનીના એમડી એન.એફ.ચૌધરીની નિમણૂંક કરી છે.વાપી મનપાની જાહેરાત બાદ પ્રથમ કમિશનર તરીકે યોગેશ ચૌધરીએ અનેક નાના-મોટા પ્રોજેકટોને મંજુરી આપી હતી.સિટી બસ સેવા,ડ્રેનેજ ,પાણી,સફાઇના ચાલી રહેલા પ્રોજેકટોને વેગ આપ્યો હતો. ડીજીવીસીએલના એમડી તરીકે પણ ફરજ બજાવતાં હતાં.
Read Original Article →