વાડામાં સફાઇ કરતી વેળા દીપડો ધસી આવ્યો:છરવાડામાં દીપડાનો મહિલા પર હુમલો, બુમો પાડતાં ભાગ્યો
વલસાડના છરવાડા ગામે લાંબા સમય બાદ દીપડો ફરી ગામમાં આવી ચઢતાં ડરનો માહોલ સર્જાયો છે. એક મહિલા પર દીપડાએ હુમલો કરી ઇજા પહોંચાડી ભાગી છુટ્યો હતો. વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારના ડુંગરી નજીક આવેલા છરવાડા ગામમાં ઘણા સમય અગાઉ દીપડો દેખાયો હતો. બાદમાં દીપડાનો કોઇ પત્તો ન હતો. પરંતું મોડી સાંજ દરમિયાન ગામમાં એક દીપડો આંટો મારતા આવી પહોંચ્યો હતો ત્યારે રહેઠાણ વિસ્તારમાં એક મહિલા પોતાના ઘર પાછળ વાડામાં સાફ સફાઇનું કામકાજ કરી રહી હતી ત્યારે અચાનક એક ખૂંખાર દીપડાએ મહિલાને નિશાન બનાવી હુમલો કર્યો હતો. જેનાથી મહિલાને માથાના ભાગે તેમજ પ્રતિકાર કરતા હાથના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જો કે બુમાબુમ થતાં દીપડો ઇજા કરીને વિજળીક ગતિએ ત્યાંથી ઝાડીના ખેતર વિસ્તારમાં ભાગી છુટ્યો હતો.
Read Original Article →