વિશ્વ સાયકલ દિવસ:વલસાડ શહેરમાં પર્યાવરણ અને સ્વાસ્થ્ય પ્રેમી યુવાનો વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં સાયકલ રેલીમાં જોડાયા
વલસાડ શહેરમાં વિશ્વ સાયકલ દિવસે ભારત સરકારના યુવા સાંસ્કૃતિક રમતગમત અને સ્પોર્ટ્સ મંત્રાલય હેઠળ ધારાસભ્ય ભરતભાઇ પટેલની ઉપસ્થિતિમ ફ્લેગ બતાવી માય ભારત વલસાડ,રેસર્સ ગ્રુપ વલસાડ અને અનસીન ભારત એક્સપ્લોરરના સયુંક્ત ઉપક્રમે સાયકલ રેલી પ્રસ્થાન કરવામાં આવી હતી . જિલ્લા યુવા સાંસ્કૃતિક રમતગમત વિભાગના નવ નિયુક્ત યુવા અધિકારી આયુષ ચૌધર હાજર રહ્યા હતા.જેમણે રેલીમાં ઉપસ્થિત રહી માય ભારત વિભાગ મુખ્યત્વે 15થી 29 વર્ષના યુવાનોના વિકાસ અને ટેક્નોલોજી આધારિત સશક્તિકરણ માટે સતત કાર્યરત હોવાનું જણાવ્યું હતું.ઘારાસભ્ય ભરતભાઇએ સાયકલ સ્વાસ્થ્ય જ નહિ પર્યાવરણ માટે ઉપયોગી છે તેવો સંદેશ આપ્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીની અપીલને ધ્યાને લઇ ધારાસભ્ય પટેલે નાગરિકો ઓફિસ,સ્કુલ,નજીકના 4-5 કિમીના અંતર માટે સાયકલનો ઉપયોગ કરવાનું શરૂ કરે તો દેશમાં પેટ્રોલ ડીઝલની બચત થશે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો. યુવાનોને નશાથી દૂર રહેવા સંકલ્પ
રેલી નિકળતા પૂર્વ યુવાનો સાયકલ પ્રેમીઓએ નશામુક્તિના શપથ લીધા હતા.પ્રતિજ્ઞા કરતા તેઓ કોઇપણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન કરે નહિ અને અ્ન્ય લોકોને પણ નશો નહિ કરવા પ્રેરણા આપશે.આ ઉપરાંત આ રેલી સામાજિક જાગૃતિનું પણ કેન્દ્ર બની હતી. તેઓ પોતાના પરિવારજનો,મિત્ર વર્તુળ અને સમાજના બંધુઓને પણ નશાના દૂષણથી મુક્ત રહી નશામુક્ત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપશે તેવો સંકલ્પ લીધો હતો.
Read Original Article →